Home> Gujarat
Advertisement
Prev
Next

તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં આજે પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો યથાવત રહ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 28,358 કયુસેક પાણીની આવક થઈ રહી છે.

તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...

નિલેશ જોષી, વાપી: વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં આજે પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો યથાવત રહ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 28,358 કયુસેક પાણીની આવક થઈ રહી છે.

fallbacks

આ પણ વાંચો:- સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત

મધુબન ડેમના દરવાજા ખોલીને ડેમમાંથી 19,463 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી આજે પણ તોફાની સ્વરૂપે વહી રહી છે. આજે પણ વલસાડ જિલ્લાની તમામ લોકમાતાઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવક યથાવત રહેતા વાપી પાસે આવેલા વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે.

આ પણ વાંચો:- સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી

આ વિચારમાંથી વાપીને બારેમાસ પાણી મળી રહે છે. ત્યારે આ કોઝવે ફરી એકવાર ઓવરફલો થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા દમણગંગા નદી કિનારે માછીમારી કરવાની મનાઈ ફરમાવવામાં હોવા છતાં પણ વાપીના દમણગંગા નદી કિનારે કેટલાક લોકો માછીમારી કરતા નજરે ચડયા છે. જે જોખમી સાબિત થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More