Home> Gujarat
Advertisement
Prev
Next

Surat ની આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ, પાંચ કોરોના દર્દીઓના થયા મોત

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના (Coronavirus) કેસોના લીધે રાજ્યના (Gujarat) મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ત્યારે પડતામાં પાટુ માફક સુરતના ડોક્ટર હાઉસમાં (Doctor House) આવેલી કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) આગ લાગી હતી

Surat ની આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ, પાંચ કોરોના દર્દીઓના થયા મોત

સુરત: રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના (Coronavirus) કેસોના લીધે રાજ્યના (Gujarat) મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ત્યારે પડતામાં પાટુ માફક સુરતના ડોક્ટર હાઉસમાં (Doctor House) આવેલી કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) આગ લાગી હતી. ડોક્ટર હાઉસમાં આવેલી આયુષ હોસ્પિટલમાં (Ayush Hospital) એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ત્યારે આ ઘટનામાં પાંચ કોરોના દર્દીઓના મોત થયા છે.

fallbacks

સુરત શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલના પાંચમાં માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જે બાદ 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો.

આ પણ વાંચો:- Virender Sehwag એ ટ્વીટ કરી સુરત સિવિલના કર્યા વખાણ, જાણો કેમ

ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. જો કે તમામ દર્દીઓને સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દર્દીઓને ખસેડતી વખતે અને ત્યાર બાદ પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં રામજીભાઈ જાદવભાઈ લૂખી (ઉં-67) (મોટા વરાછા), અલ્પાબેન બિપિનભાઈ મોરડિયા (મોટા વરાછા), અરવિંદભાઈ શિંગાળા (ઉં-47), રાજુભાઈ મોહનભાઈ પટેલ (ઉં-52)(કામરજે) અને રમેશભાઈ પદશાળા (ઉં-60) (વરાછા) નું મોત થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More