Patan Heavy Rains: પાટણ શહેરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાના પગલે વેચાણ વાળી સોસાયટીઓમાં પાણી ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે માર્ગો પર કમર સુધીના પાણી અને સોસાયટીઓમાં વરસાદી પાણી ગર્ભાવ થતા લોકોને ઘરની બહાર નીકળવું કે વિદ્યાર્થીઓને શાળાએ જવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે ત્યારે હાશાપુર વિસ્તારમાં આવેલ સોપાન રેસીડેન્સી, માહી સોસાયટી, દિયાના સોસાયટી, પ્રાઈમ સોસાયટી સહિતની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે.
ખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડા
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારના આ દ્રશ્યો છે. જ્યાં પાટણમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ જોઈ શકાય છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવા પામ્યા છે તો જાહેર રસ્તાઓ જળમગ્ન બનતા કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઇ રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં 10થી પણ વધુ સોસાયટી આવેલી છે. જોકે આ વિસ્તારમાં પાણી ભરાવાની આ પ્રથમ ઘટના નથી. નગરપાલિકા દ્વારા વિકાસના નામે કોન્ટ્રાક્ટરોને આડેધડ પરવાનગી આપતા સોસાયટી વિસ્તારોનું બે રોકટોક અને નિયમ વિરુદ્ધ નિર્માણ થતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે મુકેશ-નીતા અંબાણી? જાણો કારણ
તો બીજી તરફ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા પણ ડબલ કરી દેતા અને સુવિધા ના નામે સ્થાનિકોને માત્ર મીંડું મળતા હાલ તો તંત્ર સામે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારના રહીશોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ ભારે હાલાકીઓ વેઠવી પડે છે, જેને લઈને વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા સામે વિરોધ દર્શાવી સૂત્રોચારો કર્યા હતા અને વિસ્તારમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ટેલીગ્રામના CEO 1 કે 2 નહીં, 100થી વધુ બાળકોના બાયોલોજિકલ પિતા છે, ચોંકાવનારો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે