અમિત રાજપૂત/અમદાવાદ :ટ્રેન, હાઈવે રાબેતા મુજબ ચાલુ થયા બાદ હવે ગુજરાતમાં એરપોર્ટ પણ ધમધમતા શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી આવતીકાલે ફ્લાઈટ ફરીથી કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સોમવારથી ફ્લાઈટ શરૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે amc તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ફક્ત એરપોર્ટ માટે કેબ-ટેક્સી સેવાને મંજૂરી અપાઈ છે. એરપોર્ટ એરિયા પૂર્વ વિસ્તાર હોવા છતાં શરતો આધીન મંજૂરી અપાઈ છે. અમદાવાદ એરપોર્ટ આવતીકાલથી ફ્લાઈટ શરૂ થઈ જશે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ફલાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવશે. તેના માટે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. એક ફલાઈટમાં આશરે 120 થી 130 જેટલા મુસાફરો સફર કરી શકશે.
વડોદરાથી 4 ફ્લાઈટ શરૂ થશે
વડોદરા એરપોર્ટ પરથી પણ આવતીકાલે 4 ફ્લાઈટ શરૂ થશે. 64 દિવસ બાદ ફ્લાઈટ શરૂ થશે. ટચ ફ્રી સુવિધા અને સોશિયલ ડસ્ટન્સિંગનુ માર્કિગ કરવામા આવ્યુ છે. એરપોર્ટ પર ઓટોમેટિક સેનેટાઈઝર મૂકવામા આવ્યું છે. મુબઈની 1, દિલ્હીની 2 અને બેંગ્લોર માટે 1 ફ્લાઈટ શરૂ થશે. તમામ ફ્લાઇટને બે કલાક નો હોલ્ડ આપી સેનેટાઇઝ કરાશે.
સુરતથી પણ 4 ફ્લાઈટ ઉડાન ભરશે
સુરતથી પણ આવતીકાલથી વિમાની સેવા શરૂ થવા મંજૂરી અપાઈ છે. દિલ્હી, મુંબઈ, જયપુર અને હૈદરાબાદ ફલાઇટ શરૂ થવાની છે. આવતીકાલથી આ ચારેય શહેરો માટે ફલાઇટ રવાના થશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું એરપોર્ટ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે