Home> Gujarat
Advertisement
Prev
Next

ઉંધી રકાબી જેવા ઉમરપાડામાં આભ ફાટ્યું, SDRF ટીમ સ્ટેન્ડબાય મૂકાઈ, મોહન-વીરા નદીમાં પૂર આવ્યું

Flood In Surat Umarpada : સુરતના ઉમરપાડામાં ફાટ્યું આભ... સવારે 4 કલાકમાં જ ખાબક્યો 14 ઈંચ વરસાદ.... મોહન-વીરા નદી પાણી પાણી.... તો પ્રવાસન સ્થળ દેવઘાટ ધોધ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ...

ઉંધી રકાબી જેવા ઉમરપાડામાં આભ ફાટ્યું, SDRF ટીમ સ્ટેન્ડબાય મૂકાઈ, મોહન-વીરા નદીમાં પૂર આવ્યું

Gujarat Rains : હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે. ઉમરપાડામાં 10 ઈંચ વરસાદથી વધુ વરસાદ વરસતા આખું ગામ પાણી-પાણી થઈ ગયું છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે ઉમરપાડાની નદીઓ પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

fallbacks

ઉમરપાડામાં ધોધમાર વરસાદની અગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં મૂકાયું છે. SDRF ની સ્ટેન્ડબાય કરવામાં આવી છે. ઉમરપાડાના દેવઘાટ ખાતે SDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. તમામ જરૂરી સાધન સામગ્રી સાથે SDRF ની ટીમ પહોંચી છે. ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. SDRF ના જવાનો દ્વારા તમામ સાધનોની ચકાસણી કરાઈ હતી. લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પણ સાથે રાખવામાં આવી છે. 

કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમા

અમરાવતી નદીમાં પૂર આવ્યું
ભરૂચના નેત્રંગના મોરિયાણામાં અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 5.5 ઈંચ વરસાદ ખાબક્યા બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનેક ગામો સંપર્ક વિહોણા થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરમાં ફસાયેલા 32 વર્ષીય ખેડૂતનું રેસ્ક્યૂ કરાયું હતું. નેત્રંગ મામલતદારની ટીમે દોરડા બાંધી ખેડૂતનું રેસ્ક્યૂ કર્યું હતું. 

તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ
ઉમરપાડા ભારે વરસાદ બાદ ઉમરપાડા સહિત 4 ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ઉમરપાડા ઉંધી રકાબી જેવું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ભારે વરસાદથી 7 કોઝવે ઓવરફ્લો થયા છે. આ કારણે પોલીસ અને હોમગાર્ડ તૈનાત કરાયા છે. મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થઈ છે. કેચમેન્ટના ૧૧ ગામો એલર્ટ કરાયા છે.  

પહાડી વિસ્તાર પરથી પાણી નદીમાં વહી ગયું
ઉમરપાડા વિસ્તારમાં પરિસ્થિતિ હાલ થોડી સામાન્ય થઈ છે. પહાડી વિસ્તાર હોવાને કારણે પાણી સીધું નદીમાં વહી ગયું છે. ઉમરપાડા તમામ લો-લેવલ કોઝવે પરથી પાણી ઉતર્યા છે. પાણી ઓસરતા વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. વહેલી સવારે અહીં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે હાલ વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ સામાન્ય થઈ છે. તમામ અંતરિયાળ માર્ગ પણ શરૂ થયા છે. ઉમરપાડા વિસ્તારની મહુવન, કરજણ, વીરા નદીમાં ભરપૂર પાણી આવ્યા છે. ઉમરપાડા મામલતદાર પ્રવીણ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે. 

વરસાદ ખેંચી લાવતા લા નીનાએ આપ્યા ટેન્શનવાળા સમાચાર, જુલાઈ નહિ છેક ઓગસ્ટ સુધી રાહ જોવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More