Home> Gujarat
Advertisement
Prev
Next

Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો

Amreli News : સિંહણ અને તેના બે સિંહબાળ બહાર નીકળ્યા બાદ અન્ય સિંહબાળ 24 કલાકથી લાપતા હતું. જોકે મોડી રાતે સિંહબાળનું લોકેશન મળ્યાની વન વિભાગે પુષ્ટિ આપી

Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો

Gujarat Flood કેતન બગડા/અમરેલી : વિરામ બાદ અમરેલીમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો. 20 કલાકના વિરામ બાદ ધારીમાં વરસાદ નોંધાયો હતો. તો આ કારણે અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે અમરેલીથી લઈ ગારીયાધાર સુધી પસાર થતી શેત્રુંજી નદીમાં 2 સિંહબાળ 1 સિંહણ તણાયાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે, આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેનો વીડિયો સામે આવ્યો છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીથી લઈ ગારીયાધાર સુધી પસાર થતી શેત્રુંજી નદીમાં 2 સિંહબાળ 1 સિંહણ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. શેત્રુંજી નદી કાંઠે વસવાટ કરતા સિંહોને પુર પહેલા દૂર નહિ કરવાના કારણે આ ઘટના બની હતી. આ વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. 1 સિંહણ અને તેના 2 સિંહબાળ ગારીયાધારના ઠાસા અને રાણીગામ બોડર નજીક ગઈ કાલે પૂરના પાણીમાં તણાયા હતા. 

ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની આપી ચીમકી

સિંહણ અને તેના બે સિંહબાળ બહાર નીકળ્યા બાદ અન્ય સિંહબાળ 24 કલાકથી લાપતા હતું. જોકે મોડી રાતે સિંહબાળનું લોકેશન મળ્યાની વન વિભાગે પુષ્ટિ આપી હતી. પૂરના પાણી જંગલમાં ફરી વળ્યા ત્યારે કુલ 6 સિંહોના ગ્રુપ નદી કાંઠે હતા. ત્યારે વન વિભાગ આ અંગે દોડતું થયું છે. 

રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જાણે વરસાદની હેલી લાગી હોય તેમ સતત વરસાદ વરસી ખાબક્યો હતો. જોકે, હવે ફરી ગીરસોમાનથમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં 24 કલાક બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ, સુત્રાપાડા સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. 

ગુજરાતમાં વરસાદે ક્યાં વિરામ લીધો અને ક્યા ત્રાટકશે, હવામાન વિભાગની આ છે નવી આગાહી

વલસાડમાં દીપડાનો બે મહિલાઓ પર હુમલો 
વલસાડના વેલવાચ ગામે દીપડાએ બે મહિલાઓ પર હુમલો કર્યો. મહિલાઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વેલવાચ ગામે પાછળના દરવાજાથી દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. જેની જાણ થતા મહિલા દરવાજો બંધ કરવા ગઈ ત્યારે તેની પર હુમલો કર્યો. જે બાદ થોડે દૂર ઉભેલા અન્ય એક મહિલા પર પણ હુમલો કર્યો. પીડિતોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ દીપડો ભાગી છુટ્યો હતો. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે.

થરાદ-ધાનેરા હાઈવે રક્તરંજિત થયો, સ્કોર્પિયો ગાડી પલટી જતા 3 ના કમકમાટીભર્યા મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More