Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પર ગાડીઓના પૈડા થંભી ગયા

Banaskantha Flood : ઉત્તરમાં અનરાધાર વરસાદે બનાસકાંઠાના હાલ કર્યા બેહાલ... જિલ્લામાં નદી,નાળા છલકાયા... રોડ-રસ્તા અને હાઈવે પર પાણીએ જમાવ્યું સામ્રાજ્ય.... ખેતરો બેટ બની જતાં અન્નદાતા પર આવી આફત....
 

બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પર ગાડીઓના પૈડા થંભી ગયા

Gujarat Rains: બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મુશળધાર વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થતિ સર્જાઈ છે. વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદથી અનેક ગામ જળબંબાકાર થયા છે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠાના હાઈવે પણ પાણી પાણી થતા ગાડીઓના પૈડા થંભી ગયા છે.  

fallbacks

હાઈવે પર ગાડીઓના પૈડા થંભી ગયા 
બનાસકાંઠામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈને જિલ્લાના અનેક પંથકોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો વડગામમાં પડેલ 9 ઇંચ અને પાલનપુરમાં ખાબકેલા 2.5 ઇંચ વરસાદના કારણે પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. પાલનપુરના કાણોદર નજીક પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા છે. તો હાઇવેની બંને સાઈડ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા મોટા વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે. તો નાના વાહનો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યાં છે. જોકે હાઇવે ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. 

Ambalal Ni Agahi : અંબાલાલની તોફાની આગાહી, વરસાદનો અસલી રાઉન્ડ ઓગસ્ટમાં આવશે

9.5 ઈંચ વરસાદથી વડગામમાં પૂર જેવી સ્થિતિ
વડગામમાં રાત્રિથી અત્યાર સુધી 9.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. વડગામ તાલુકાના અનેક ગામો જળબંબાકાર થયા છે. પસવાદળ - તેનીવાડા રેલ્વે અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. 

હાઈવે પર પણ પાણી ભરાયા 
વડગામ પંથકમાં 9 ઇંચ વરસાદથી આખો પંથક પાણી-પાણી થયો છે. ખેરાલુ વડગામ હાઈવે ઉપર પાણી ભરાયા છે. પીલુચા નજીક હાઈવે ઉપર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. નાના વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો છે. હાલ પાણી થોડા ઓછા થતા વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. નેશનલ હાઈવે ઉપર પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. વડગામથી ખેરાલુ અને હિંમતનગરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.  
 

અમદાવાદ-પાલનપુર હાઈવે પર લોકો અટવાયા 
વડગામમાં ધોધમાર વરસાદ વરસતા છાપી હાઇવે ઉપર પાણી ભરાયા છે. અમદાવાદ-પાલનપુર હાઇવે ઉપર મોટાપ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. 5 કિલોમીટરથી વધુનો ટ્રાફિકજામ થતા અનેક વાહન ચાલકો અટવાયા છે. 

વડગામમા ગામડાઓને જોડતા રસ્તા બંધ થયા 
વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે. અનેક ગામડાઓને જોડતા રસ્તાઓ બંધ થયા છે તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો વડગામ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતરોમાં વાવેતર કરેલ મગફળી, બાજરી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ

ખેડૂતોને નુકસાન થયું 
વડગામ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે.ખેડૂત શંકર પ્રજાપતિએ જણાવ્યું કે, ખેતરમાં પાણી ભરાઈ જતા પાક ડૂબી ગયો છે. તો અન્ય ખેડૂત પ્રકાશસિંહ દેવડાએ કહ્યું કે, મગફળી, બાજરીનો પાક પાણીમાં ગરકાવ થયો છે કઈ બચે તેમ નથી સરકાર વળતર ચૂકવે. 

થરાદમાં ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર પાણી પાણી 
થરાદ પંથકમાં સામાન્ય વરસાદમાં જ ભારતમાલાના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે. માંગરોળ નજીક રામપુરા ચોકડી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળતાં નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. દર વર્ષે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરની યોગ્ય વ્યવસ્થા કરી પાણી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. 

મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર

ચેકડેમ ઓવરફ્લો થતા પરિવાર ફસાયો 
દાંતીવાડાના સાતસણ ગામે ચેકડેમ ઓવર ફ્લો થતાં એક પરિવાર ફસાયો હતો. ભુરાબાવાની કુટિયા નજીક ચેકડેમ ઓવર ફ્લો થતાં પરિવારના સાત સભ્યો ખેતરમાં ફસાયા હતા. આજુબાજુ વરસાદી પાણી અને ચેકડેમનું પાણી ફરી વળતા ખેતરમાંથી પરિવારને નીકળવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક લોકોએ મામલતદાર સહિત સરપંચને જાણ કરી.

ખેતરના પાણી શાળામાં ભરાયા 
ધાનેરાના શેરા પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. પ્રાથમિક શાળાના પટાંગણ અને ઓરડાઓ આગળથી ધસમસતો પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે. દર વર્ષે ખેતરોના પાણી સ્કૂલમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યાં છે. શાળાના પાછળના ભાગે એક તરફ દિવાલ ન હોવાથી ખેતરોના પાણી શાળામાં ઘૂસી રહ્યાં છે. આજે રવિવાર હોવાથી વિદ્યાર્થીઓને રાહત પરંતુ સ્કૂલમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો અને વાલીઓ દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે. 

ધાનેરામાં 25 ગામનો વાહન વ્યવહાર ઠપ્પ
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ સહિત અનેક માર્ગો બંધ તયા છે. ધાનેરાના રવિયાથી અનાપુર જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. રવિયા નજીક કોઝવે ઉપર પાણી ફરી મળતા 25 ગામનો વાહન વ્યવહાર ઠપ થયો છે. પશુપાલકો સ્થાનિક લોકો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. પશુપાલકો પોતાનું દૂધ ભરાવવું પણ મુશ્કેલ બન્યું છે. અનાપુર, માંડલ, કુંડી,વાસડા, ડેટા, ઋણી, નેગાળા, ગોળીયા સહિત 20 થી વધુ ગામડાઓ અને રાજસ્થાનનો સંપર્ક તૂટ્યો છે. ધાનેરા પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદથી અનેક માર્ગો બંધ હાલતમાં છે. 

શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More