Home> Gujarat
Advertisement
Prev
Next

આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ

અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ (Environment) જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આવતીકાલે 4 જાન્યુઆરીથી રીવરફ્રન્ટ (Rivefront) ઉપર શરૂ થશે. જે 19 જાન્યુઆરી સુધી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્લાવર શો (Flower Show) રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જે માટે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાનના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. 

આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ (Environment) જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આવતીકાલે 4 જાન્યુઆરીથી રીવરફ્રન્ટ (Rivefront) ઉપર શરૂ થશે. જે 19 જાન્યુઆરી સુધી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્લાવર શો (Flower Show) રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જે માટે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાનના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. 

fallbacks

Photos : માલિક વિના 24 કલાક ચાલે છે આ દુકાન, એક ટાંકણીની પણ ચોરી થતી નથી

fallbacks

આ વર્ષે શું હશે આકર્ષણ

  • ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનની ઝાંખી દર્શાવતા જુદા-જુદા સ્કલ્પચરો ફૂલોથી તૈયાર કરવામાં આવ્યા છે. લોકોને ગાંધીજી વિશે માહિતી મળે તેવા હેતુથી આયોજન કરાયું.
  • આયુર્વેદિક વનસ્પતિની માહિતી મળી રહે તે માટે સંજીવની પહાડ સાથે ઉડતા હનુમાન દાદાનું આબેહૂબ સ્કલ્પચર આખા ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું બનશે. 
  • રમતને પ્રાધાન્ય આપવા માટે બેડમિન્ટન, ટેનિસ, હોકી, ક્રિકેટ વગેરે ગેમના સાધનોના 10થી 15 ફૂટ ઊંચા સ્કલ્પચરો હશે.
  • ફૂલોથી 8 ફૂટ ઊંચું મચ્છરનું સ્કલ્પચર તૈયાર કરાયું, કુલ 60 સ્કલ્પચરની ઝાંખી
  • મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત મચ્છરોની ઉત્પત્તિ તેના લારવા અને બ્રીડિંગ સહિતની જાગૃતિ માટે 8 ફૂટ ઊંચું મચ્છરનું સ્કલ્પચર.
  •  કુલ 60 સ્કલ્પચર બનાવાયા છે. જેમાં સંખ્યાબંધ ફૂલોથી વિવિધ માછલીઓ બનાવાઈ છે.
  • આકસ્મિક સંજોગોમાં મદદે ઊભા રહેતા ફાયરબ્રિગેડની પણ ઝાંખી બતાવવા માટે બે ફાયર ટેન્કરોને ફૂલોથી સજાવાયા છે.
  • ફ્લાવર શોમાં 100 જાતી, 700 પ્રજાતીના 10 લાખથી વધુ રોપા હશે
  • દેશની ખ્યાતનામ 7 નર્સરી અને 35 જેટલા વધુ સ્ટોલ 
  • વિવિધ પ્રકારના 50થી વધુ સ્કલ્પચર રહેશે આકર્ષણનું કેન્દ્ર
  • જુદી-જુદી 7 થીમ પર કરાયુ આયોજન

કલમના બદલે કોણે આ ભૂલકાઓના હાથમાં પકડાવ્યું ઝાડુ... મોડલ સ્કૂલના ધજ્જિયા ઉડાવતા પુરાવા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ અને પામ સહિત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટા વિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી ખ્યાતનામ નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે. ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. આ મહાત્મા ગાંધીના જીવન ઉપરાંત મોસ્કિટો બ્રીડીંગ, ફાયર બ્રિગેડ સહીતની થીમ પર તૈયાર કરાઇ રહેલા સ્ક્લપચર મુખ્ય આકર્ષણ રહેશે.

fallbacks

20 રૂપિયા પ્રવેશ ફી લેવાશે 
નોંધનીય છે કે, મેગા સિટીમાં યોજાતા ફ્લાવર શોમાં લગભગ 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. શહેરીજનો આ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની ભીડને નિયંત્રિત કરવા આ વર્ષે ટીકિટના ભાવમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે. રૂ.10 ની ટીકીટના રૂ.20 કરવામાં આવ્યા છે. અને શનિવાર-રવિવારે વધી જતી ભીડને કાબુમાં લેવા આ દિવસોમાં ટિકીટના રૂ.50 કરી દેવાયા છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે.

આવતીકાલે 4 જાન્યુઆરીએ મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાનારા સાતમાં ફ્લાવર શોને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 3 જાન્યુઆરીની રાત સુધીમાં તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે હાલ ફ્લાવર શોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More