Home> Gujarat
Advertisement
Prev
Next

શરમજનક! દિવસે ટોયલેટ રાત્રે રસોડું, મનપા કર્મચારીઓએ શૌચાલયમાં ભોજન બનાવ્યું

Surat Viral Video : જાહેર શૌચાલયમાં રસોઈ બનતી હોવાનો વીડિયો... કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરે શૌચાલયને રસોડું બનાવ્યું... પાર્લે પોઈન્ટના શૌચાલયનો વીડિયો વાયરલ... દિવસે આ શૌચાલયનો લોકો કરે છે ઉપયોગ... રાત્રિના સમયે રસોઈની તૈયારીનો વીડિયો વાયરલ

શરમજનક! દિવસે ટોયલેટ રાત્રે રસોડું, મનપા કર્મચારીઓએ શૌચાલયમાં ભોજન બનાવ્યું

Trending News : શૌચાલયમાં રસોઈ બનાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં પણ ફરી એકવાર આવી ઘટના બની છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની ઘટના ચોંકાવનારી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શૌચાલયને કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે રસોડામાં ફેરવી દેવાયું હતું. રાત્રે સ્ટાફ શૌચાલયની અંદર રસોઈ બનાવાની તૈયારીનો વીડિયો વાયરલ થયો છે. 

fallbacks

જ્યાં જાહેર શૌચાલયમાં રસોઈ બનતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ જોઈને તમને પણ ઝટકો લાગ્યો ને. પણ આ સાચી વાત છે જે જાહેર શૌચાલય દિવસે લોકો યુઝ કરે છે ત્યાં રાત પડતા રસોડું ચાલું થાય છે. આ વીડિયો સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારનો છે. જ્યાં રસોઈ બનતી હોવાનો વીડિયો હાલ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે પાલિકાના શૌચાલયને રસોડું બનાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.  

રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં ટ્રેન નીચે કપાયો

એક જાગૃત નાગરિકે શૌચાલયના નાગરિકોની પોલ ખુલ્લી પાડી છે. લોકો દિવસ દરમિયાન જે જગ્યાનો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે ત્યાં જ રાત્રે રસોઈની તૈયારી થઈ રહી છે. વાઈરલ વીડિયોમાં કોન્ટ્રાક્ટર અને કર્મચારી કહી રહ્યા છે કે દરેક શૌચાલયમાં આનાથી વધારે થાય છે. તેમને આવુ કહેતા શરમ પણ નથી આવતી.

શૌચાલય જેવી જગ્યા પર ભોજન કેવી રીતે બનાવી શકાય, અને આ ભોજનની ગુણવત્તા કેવા પ્રકારની હોઈ શકે. જાગૃત નાગરિકે કર્મચારીઓનો પોલ ખોલતો વીડિયો બનાવીને શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલ  ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમના ટોયલેટ (toilet)માં રસોઈ બનાવી રાખવામાં આવી અને ત્યારબાદ અંડર-17 સ્ટેટ લેવલ ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટ (Girls Kabaddi Tournament)માં ભાગ લેવા આવેલા 200 ખેલાડીઓને તે જ ભાત પીરસવામાં આવ્યા હતા. જે બહુ જ ચર્ચામાં આવ્યુ હતું. 

બે કલાકની આગમાં બે કરોડનું નુકસાન, ગોંડલમાં 5 હજાર મણ મરચાં બળીને ખાખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More