Home> Gujarat
Advertisement
Prev
Next

ક્રિકેટ ફિવર! ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામ ગુજરાતના ગામડામાં જઈ બાળકો સાથે ક્રિકેટ રમ્યો

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ સ્ટારે લખ્યું હતું કે “અહીં ગુજરાતમાં યુનિસેફ સાથે અવિશ્વસનીય રીતે ખાસ થોડા દિવસો વિતાવ્યાં.બાળકો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે યુનિસેફે જમીન પર જે કામ કરી રહ્યું છે તે જાતે જોવું એ એક મહાન લહાવો છે.

ક્રિકેટ ફિવર! ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામ ગુજરાતના ગામડામાં જઈ બાળકો સાથે ક્રિકેટ રમ્યો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઇંગ્લિશ ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકેની તેમની ભારતની મુલાકાતે આવ્યાં હતાં. તે દરમિયાન તેમણે ગુજરાતમાં પણ સમય વિતાવ્યો હતો. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન બેકહમે ગુજરાતના ગામડાંના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. દરમિયાન બેકહમે ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટ રમવાનો આનંદદાયક સમય પસાર કર્યો હતો.

fallbacks

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ સ્ટારે લખ્યું હતું કે “અહીં ગુજરાતમાં યુનિસેફ સાથે અવિશ્વસનીય રીતે ખાસ થોડા દિવસો વિતાવ્યાં.બાળકો અને તેમના પરિવારોને ટેકો આપવા માટે યુનિસેફે જમીન પર જે કામ કરી રહ્યું છે તે જાતે જોવું એ એક મહાન લહાવો છે. મેં અહીં જે ઉર્જા અને નવીનતા જોઈ છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે અને મને બાળકોની વાર્તાઓ અને ભવિષ્ય માટે તેમની આશાઓ અને સપનાઓ સાંભળવાનું ગમ્યું. આપણે યુવાનોને સશક્ત બનાવીએ છીએ ત્યારે તેઓ તેમના સમુદાયમાં જે પરિવર્તન લાવી શકે છે તે આપણે જોઈએ છીએ.”

ગુજરાતના ગૃહ રાજ્ય અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ દિગ્ગજ સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહમની ગુજરાતની મુલાકાતની દુર્લભ તસવીરો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં ડેવિડ બેકહમ ગુજરાતના બાળકો સાથે ક્રિકેટ રમતા અને સાથે જ બાળકો સાથે ખાટલા પર બેસીને વાતચીત કરતી શાનદાર તસવીરો જોઈ શકાય છે.
 

 

ઉલ્લેખનીય છેકે, માન્ચેસ્ટર યુનાઇટેડ અને રીઅલ મેડ્રિડ ભૂતપૂર્વ સ્ટાર હાલમાં MLS ક્લબ ઇન્ટર મિયામીના સહ-માલિક છે. બેકહામ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચમાં હાજરી આપી હતી. બેકહમ સેમિફાઈનલ પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારે તેમણે ગુજરાતના ગામડાંના બાળકો સાથે ક્રિકેટ રમવાની મજા માણી હતી. ત્યાર બાદ મુંબઈના વાનખેડે ખાતે જઈને સેમીફાઈનલ મેચ નીહાળી હતી. જ્યાં તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More