પાટણ : સરકાર દ્વારા દિવસે 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પણ પાટણ જિલ્લામાં માત્ર 4 કલાક જ વીજળી મળે છે. તેનો સમય પણ ચોક્કસ હોતો નથી. જેને લઇ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા આજે સરકાર સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી પૂરતા પ્રમાણ માં વીજળી આપવાની માંગ ઉચ્ચારી હતી.
સુરતમાં બન્યો સ્ટીલનો રોડ, આ પ્રોજેક્ટ સફળ ગયો તો દેશમાંથી ખરાબ રોડનો કકળાટ જતો રહેશે
પાટણ જિલ્લા ખેડૂતો ની હાલત દયનિયા બનવા પામી છે સરકાર દ્વારા 8 કલાક વીજળી દિવસે આપવાની જાહેરાત કરી છે જેથી ખેડૂતોને રાત્રી ઉજાગરા કરવા ન પડે અને દિવસે ખેતી કામ કરી શકે તેવા હેતુથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત માત્ર કાગળ પર રહેવા પામી છે. ખેડૂતોને આજે પણ 8 કલાક વીજળીના બદલે માત્ર 4 કલાક વીજળી આપવામાં આવે છે. તે પણ રાત્રી દરમ્યાન કોઈ પણ સમયે આપવામાં આવતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
જેને લઇ આજે પાટણ જિલ્લા ના ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવી પુરા 8 કલાક વીજળી દિવસે આપવામાં આવે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. અપૂરતી વીજળી અને તે પણ રાત્રી દરમ્યાન મળતી હોવાને લઇ ખેડૂતોના પાકને પૂરતા પ્રમાણમાં પાણી તેમજ યોગ્ય માવજત ન મળવાને કારણે પાક સુકાવા તરફ જઈ રહ્યો છે. જેને લઇ ખેડૂતોની હાલત કફડી બનવા પામી છે. રાત્રી દરમ્યાન 4 કલાક મળતો વીજ પુરવઠો તૂટક તૂટક મળતો હોવાને લઇ બોરની મોટર અને વાયરિંગને પણ નુકશાન થઇ રહ્યું છે. આ તમામ બાબતો સામે ખેડૂતો બિલકુલ લાચાર બની જવા પામ્યા છે. સાથે કેનાલો પણ કોરી ધાકોર જોવા મળી રહી છે હવે પાક માટે પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન પણ ખેડૂતોને સતાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે