Home> Gujarat
Advertisement
Prev
Next

આમાં કેવી રીતે ભણશે ગુજરાત, સરકારી શાળામાં ઘો 1થી5ના બાળકો એક જ રૂમમાં બેસી ભણવા મજબૂર

જિલ્લાની એક પ્રાથમિક શાળામાં કે જ્યાં 1 થી 5 ધોરણના બાળકો એક જ વર્ગ ખંડમાં બેસી અભ્યાસ માટે મજબુર બન્યા છે. ત્યારે સૌ ભણે સૌ આગળ વધે સરકારના આ સૂત્રો જોઈ ખરેખર લાગશે કે આ બાળકો જોડે મજાક થઇ રહ્યો છે. મહિસાગર જિલ્લાના મીરાપુર ગામની પ્રાથમિક શાળા 1987થી કાર્યરત છે. આ શાળામાં બે ઓરડાઓ આવેલા છે. આ ઓરડાઓ જર્જરિત હોવાથી અન્ય એક ઓરડો કે જે પ્લાસ્ટિક સિન્ટેક્સનો છે. તે ઓરડાઓમાં ધોરણ 1 થી 5ના તામામ બાળકો ને બેસાડીને શિક્ષણ આપાવમાં આવી રહ્યું છે.

આમાં કેવી રીતે ભણશે ગુજરાત, સરકારી શાળામાં ઘો 1થી5ના બાળકો એક જ રૂમમાં બેસી ભણવા મજબૂર

અલ્પેશ સુથાર/મહિસાગર: જિલ્લાની એક પ્રાથમિક શાળામાં કે જ્યાં 1 થી 5 ધોરણના બાળકો એક જ વર્ગ ખંડમાં બેસી અભ્યાસ માટે મજબુર બન્યા છે. ત્યારે સૌ ભણે સૌ આગળ વધે સરકારના આ સૂત્રો જોઈ ખરેખર લાગશે કે આ બાળકો જોડે મજાક થઇ રહ્યો છે. મહિસાગર જિલ્લાના મીરાપુર ગામની પ્રાથમિક શાળા 1987થી કાર્યરત છે. આ શાળામાં બે ઓરડાઓ આવેલા છે. આ ઓરડાઓ જર્જરિત હોવાથી અન્ય એક ઓરડો કે જે પ્લાસ્ટિક સિન્ટેક્સનો છે. તે ઓરડાઓમાં ધોરણ 1 થી 5ના તામામ બાળકો ને બેસાડીને શિક્ષણ આપાવમાં આવી રહ્યું છે.

fallbacks

ગરમી ઠંડીમાં પણ કરે છે ખુલ્લામાં અભ્યાસ
શિયાળા કે ઉનાળામાં કોઈ એક ધોરણને ખુલ્લામાં બહાર બેસીને ભણાવવામાં આવે છે. અને જો ચોમાસામાં વરસાદ હોય તો પાંચ ધોરણને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. ત્યારે શિક્ષકો કોને ભણાવે અને બાળકો શું ભણે તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે બાળકોનું શિક્ષણ બગડતું દેખાઈ આવે છે. આ શાળાને લઇ ગામલોકો તેમજ એસ.એમ.સી સભ્યો દ્વારા શાળાના આચાર્યની હાજરીમાં અનેક ઠરાવો કરી વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ દેખાઈ આવે છે. મીરાપુર ગામ આદિવાસી વસ્તી ધરાવે છે અને અહીંયા વસવાટ કરતા લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આવા ગરીબ બાળકો સામે સરકાર જોવે અને શાળામાં ઓરડાઓ બને તેવી માંગ બાળકો સાથે વાલીઓ અને શિક્ષકોની માંગ છે. 

fallbacks
 
જર્જરીત રૂમોમાંથી પડે છે પોપડા 
માહિસાગર જિલ્લાની આ શાળામાં બીજો રૂમ છે. પણ તે ખુબ જ જર્જરીત હાલતમાં છે. છત ઉપરથી પોપડી પડે છે. દીવાલો પર તીરાડો પડેલી છે જેથી આ જર્જરિત ભયજનક ઓરડામાં બાળકોને બેસાડવામાં આવતા નથી. આ ઉપરાંત આ શાળામાં પ્રજ્ઞા નામનો કાર્યક્રમ ચાલે છે. જેનું સાહિત્ય મુકવાની જગ્યા નથી. તો ભણાવ્યાની વાત જ ક્યાં આવે ?  શિક્ષકો સારી એવી મહેનત કરે છે પણ વર્ગખંડના અભાવે બાળકો સારી રીતે ભણાવી શકતા નથી. તો વહેલામાં વહેલી તકે શાળામા ધોરણ પ્રમાણે વર્ગખંડની વ્યવસ્થા કરવી જોઇએ. તેવી માંગણી સાથે ગ્રામજનો માંગ કરી રહ્યા છે 

fallbacks

મધ્યાન ભોજન થાય છે ખુલ્લામાં 
શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જમવાનું બનાવવામાં આવે છે પરંતુ તે માટે અલાયદો ઓરડો કે શેડ ન હોવાથી બહાર જ ખુલ્લામાં ભોજન બનાવવું પડે છે. અને બાળકો પણ ખુલ્લામાં ભોજન લેવા માટે મજબૂર બન્યા છે. જેથી ભોજનની ચોખ્ખાઈ પર પણ પ્રશ્ન ઉભો થાય છે કારણ કે ધૂળ માટી જેવી વસ્તુઓ ઉડીને ભોજનમાં પડી શકે છે. જે બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. આવી  અનેક તકલીફો વચ્ચે પણ આ શાળામાં  બાળકો આવે છે અને અભ્યાસ કરે છે. આ અંગે શાળાના આચાર્ય જણાવે છે, કે અમારી શાળાનો ગ્રેડ સચવાઈ રહે તે માટે અમે વાતાવરણને અનુકુળ બાળકોને બહાર બેસાડીને ભણાવીએ છીએ આ અંગે તાલુકા અને જીલ્લામાં ઓરડા મંજુર કરવા માટે લેખિતમાં રજુઆતો કરી હોવા છતા વહીવટી તંત્ર જાણે ઘોર નિંદ્રા માં હોય તેમ દેખાઈ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More