હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જ્યારે 21 એપ્રિલે 6 વાગ્યાના ટકોરે પ્રચાર પડઘમ શાંત થતાં જ 48 કલાક મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની વિચારણા કરવાનો સમય છે. મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર હવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદાવારો અને રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય બહારના નેતાઓને રાજ્ય છોડી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા બહારના નેતાઓ અને કાર્યકરોને પોતાના પોતાના મતવિસ્તારમાં જતા રહેવાનો ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદ પણ સીલ કરી દેવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારી અધિકારીએ જણાવ્યું કે, આજે સાંજથી 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવશે. 10 માર્ચથી આચારસંહિતા લાગી ગઈ હતી. ત્યાર બાદ ફોર્મપણ ભરાઈ ગયા હતા. 6 વાગ્યા પછી જે લોકો પ્રચાર માટે આવ્યા છે તે તમામને લોકસભા વિસ્તાર છોડવો પડશે.
પોલીસ પણ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરશે આચારસંહિતા મુજબ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે સોશિયલ મીડિયામાં કોઈ પણ ટાઈપનું જે મતદારોને પ્રભાવિત કરી શકે તે દર્શાવી શકાશે નહિ. જિલ્લા તંત્ર ,પોલીસ તંત્ર, ફ્લાયઇંગ સ્કોડ વગેરેને સૂચના આપીદેવાઈ છે. 26 લોકસભા માટે અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઇલેક્શન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે