LokSabha Elections 2024: ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદની બે લોકસસભા બેઠકો માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાસે છે, ત્યારે કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહી છે.
અમદાવાદની લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા
નોંધનીય છે કે, કોંગ્રેસ પક્ષ તરફથી નિમાયેલા પ્રભારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શહેર કોંગ્રેસ સંગઠન પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ ઉપસ્થિત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે