Gujarat Heavy Rain: વલસાડ જિલ્લામાં NDRFની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. NDRF દ્રારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સાથે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો.
ભારતીય મૂળના અબજપતિએ નામ ડૂબાડ્યું, નોકરો કરતા કૂતરા પર વધુ ખર્ચો કરનારા હવે જેલમાં
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈ આજ રોજ NDRFની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે કશ્મીરા નગર, બરૂડિયા વાડ, તળિયાવાડ, હનુમાન ભાગડા, બંદર રોડ, છીપવાડ દાણાબજાર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી. સાથે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો.
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય
વલસાડ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે રહેવાના છે કારણ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો હજુ વધારે તોફાની બનવાનો છે. તેના કારણે હાલ વલસાડમાં NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઈ છે.
હજ કરવા ગયેલા 1126 લોકોના મોતનું કારણ સામે આવ્યું, સાઉદી પર આરોપ લાગ્યો તો ખોલી પોલ
ગુજરાતમાં ક્યાં આગાહી?
આ વસ્તુઓ ખાવી એટલે કેન્સરને સામેથી આપવું આમંત્રણ, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ
તો વલસાડની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસે તો પહોંચી વળવા માટે NDRFની ટીમો ડિપ્લોય કરાઈ છે. એક ટીમ કચ્છના ભૂજમાં જ્યારે અન્ય એક ટીમ રાજકોટમાં ડિપ્લોય કરાઈ છે. તો ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
Gud Ke Upay: ચમત્કારી છે ગોળના ટોટકા, કરવાથી લગ્નમાં આવતી બાધા અને ધનની તંગી થશે દુર
તો માછીમારોને દરિયામાં ન જવા માટે સુચના અપાઈ છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લા ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોમાસું દક્ષિણ ગુજરાત બાદ હવે અન્ય જિલ્લા તરફ પણ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ જોવા મળ્યો છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું. પરંતુ ચોમાસું સ્થિર થઈ જતાં આ વર્ષે ચોમાસાનો 70 ટકા ઓછો વરસાદ થયો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાત પર મેઘરાજા કેવા મહેરબાન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે