Home> Gujarat
Advertisement
Prev
Next

Kutch: ઘોરાડને બચાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ, અભ્યારણ્યમાં એક પણ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયની કબૂલાત

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે (Union Ministry of Forests and Environment) કચ્છમાં ઘોરાડની માહિતી આપતા અભ્યારણ્યમાં (Sanctuary) એક પણ ઘોરાડ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયે (Union Forest Ministry) કબૂલાત કરી છે

Kutch: ઘોરાડને બચાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ, અભ્યારણ્યમાં એક પણ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયની કબૂલાત

રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છમાં (Kutch) એક સમયે અભયારણ્યમાં ઘોરાડ પક્ષીઓ જોવા મળતા હતા પણ તંત્રની બેદરકારીને લીધે હવે એકપણ ઘોરાડ (Ghorad) બચ્યું નથી. ત્યારે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે (Union Ministry of Forests and Environment) કચ્છમાં ઘોરાડની માહિતી આપતા અભ્યારણ્યમાં (Sanctuary) એક પણ ઘોરાડ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયે (Union Forest Ministry) કબૂલાત કરી છે.

fallbacks

Great Indian Bustard (ઘોરાડ) તરીકે ઓળખાતું આ અલભ્ય પક્ષી માત્ર ગુજરાતના કચ્છ (Kutch) અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. ઘોરાડને (Ghorad) બચાવવા માટે 1992 માં અબડાસા તાલુકાના જખૌ નજીક 202 વર્ગ કિલોમીટરના વિસ્તારને રાજ્ય સરકાર દ્વારા ઘોરાડ અભ્યારણ્ય (Ghorad Sanctuary) તરીકે સુરક્ષિત કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ અલભ્ય પક્ષી પ્રજાતિની સંખ્યામાં વધારો થવાની જગ્યાએ ઘટતી જોવા મળી રહી હતી. ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીને બચાવવામાં વનવિભાગ સદંતર નિષ્ફ્ળ જોવા મળ્યું છે.

આ પણ વાંચો:- કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ 

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા વન અને પર્યાવરણ મંત્રાલયને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. જેમ કે, કચ્છના અભ્યારણ્યમાં 1 જાન્યુઆરીથી કેટલા ઘોરાડ છે?, પવનચક્કી અને વીજલાઈનથી ઘોરાડના મોત થયા છે? સરકારે આ તમામ બાબતે કેવા અને શું પગલા લીધા છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો MOEF એ વિચિત્ર જવાબ આપતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું કહ્યું કે, રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં 1 જાન્યુઆરીની સ્થિતિએ એક પણ ઘોરાડ પક્ષી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More