Home> Gujarat
Advertisement
Prev
Next

દિલ્હીમાં વધુ એક ગુજરાતીનો દબદબો! GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને સોંપાઈ મોટી જવાબદારી

41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં આ પદ મેળવનાર દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન છે. 31 જાન્યુઆરી, 2022ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થતા નિવૃત્ત થયા હતા.

દિલ્હીમાં વધુ એક ગુજરાતીનો દબદબો! GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને સોંપાઈ મોટી જવાબદારી

ઝી બ્યુરો/ગાંધીનગર: દિલ્હીમાં વધુ એક ગુજરાતી અધિકારીનો દબદબો જોવા મળશે. ગુજરાતમાંથી વધુ એક સભ્યને UPSCમાં જવાબદારી સોંપાઈ છે. GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને વધુ એક જવાબદારી સોંપાઈ છે. નિવૃત્ત અધિકારીને UPSCમાં નિયુક્તી કરાઈ છે. જી હા...આજે તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. રાષ્ટ્રપતિએ UPSCમાં સભ્ય તરીકે નિમણૂક કરી છે.

fallbacks

fallbacks

આ પદ મેળવનાર દેશના સૌ-પ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન 
41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં આ પદ મેળવનાર દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન છે. 31 જાન્યુઆરી, 2022ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થતા નિવૃત્ત થયા હતા.

સોશિયલ સાઈટ્સ X પર પોસ્ટ કરી
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસા આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, માનનીય રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે, તે જણાવતાં હું સન્માનિત અને નમ્ર છું. આ તક એ કામનું વિસ્તરણ છે, જે મેં GPSCનું નેતૃત્વ કર્યું ત્યારે કર્યું હતું. મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમના આશીર્વાદ માટે આભાર માનું છું. જેણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે.

કોણ છે દિનેશ દાસા? 
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસા વર્ષ 1995-96માં ગ્રેજ્યુએશન પુરું કર્યું અને પછી GPSCની તૈયારીમાં લાગી ગયા ગતા. GPSCની તૈયારી કરવા એમ.એસ.સીમાં પ્રવેશ મેળવ્યો. રોજ તેઓ 3 કિલોમીટર ચાલીને એરુ ચાર રસ્તા પરના પટેલના ગલ્લા પર ચા પીવાના બહાને જતા અને છાપાના પાનામાં GPSC પરીક્ષાની જાહેરાત શોધતા હતા. આ ઘટનાક્રમ પાંચ વર્ષ સુધી ચાલ્યો. જોકે જીવનમાં એક પ્રેરણાદાયી શીખ પરથી હતાશ થયા વગર પ્રયત્ન ચાલું રાખ્યા.

ઉલ્લેખનીય છે કે, તેઓના ચેરમેન તરીકેના છ વર્ષના કાર્યકાળ અને કાર્યશૈલીના સૌ કોઈએ વખાણ કર્યા છે ત્યારે માનવામાં આવતું હતું કે તેઓ UPSCના ચેરમેન બની શકે અથવા સક્રિય રાજકારણમાં પણ આવી શકે છે. જો કે, તેઓ આજે UPSCના સભ્ય તરીકે શપથ લીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More