Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO : દ્વારકાધીશની માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુ ભાનો હૂમલો

પ્રખ્યાત રામકથાકાર અને સંત તેવા મોરારી બાપુ દ્વારા કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ થયો હતો. આહિર, ભરવાડ અને રબારી સમાજ સહિત સમગ્ર હિંદુ સમાજનાં આરાધ્ય તેવા દેવ વિશે ટિપ્પણી કરવાને કારણે થયેલા વિવાદનું શમન કરવા માટે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.

VIDEO : દ્વારકાધીશની માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુ ભાનો હૂમલો

દ્વારકા : પ્રખ્યાત રામકથાકાર અને સંત તેવા મોરારી બાપુ દ્વારા કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ થયો હતો. આહિર, ભરવાડ અને રબારી સમાજ સહિત સમગ્ર હિંદુ સમાજનાં આરાધ્ય તેવા દેવ વિશે ટિપ્પણી કરવાને કારણે થયેલા વિવાદનું શમન કરવા માટે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.

fallbacks

મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો

મોરારી બાપુએ પોતાની ટિપ્પણી અંગે અગાઉ વ્યાસપીઠ પરથી પણ માફી માંગી હતી. જો કે આહીર સમાજની સતત માંગ હતી કે મોરારી બાપુ દ્વારીકામાં આવીને માફી માંગે. જેના પગલે માફી માંગવા માટે સમગ્રા આહીર સમાજના અગ્રણીઓ સમક્ષ મોરારી બાપુએ માફી માંગી રહ્યા હતા ત્યારે જ અચાનક પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપુ પર હૂમલો કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. 

દારૂ પીવાની ના પાડતા સસરાએ પુત્રવધુનું ગળુ રહેંસી નાખ્યું, 5 વર્ષનો બાળક નોધારો થયો

જો કે પબુભા મોરારી બાપુ સુધી પહોંચે તે પહેલા જ વચ્ચે બેઠેલા અન્ય લોકો દ્વારા પબુભાને પકડીને બહાર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને શાંત પાડવામાં આવ્યા હતા. પૂનમ બેન માડમ સહિતનનાં અગ્રણી નેતાઓએ આ વિવાદને વધારે આગળ નહી વધારવા માટે પણ લોકોને અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More