રવી અગ્રવાલ/ વડોદરા: વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડને માર માર્યા ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ દ્વારા વડોદરાના નવાપુરા પોલીસના ડી સ્ટાફના પીએસઆઇ પર લાફા અને મુક્કા મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે નવાપુરા પોલીસ દ્વારા સત્યજીત ગાયકવાડ સામે જ કાર્યવાહી કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો:- વડોદરા: મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રન, ત્રણે યુવકોના ઘટના સ્થળે મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડના બેહન સામે માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇ સત્યજીત ગાયકવાડ માસ્કનો દંડ ભરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમને લાફો અને મુક્કા માર્યા હોવાનું સત્યજીત ગાયકવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે માર માર્યાનો આક્ષેપ કરી પોલીસ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી. તેમજ પૂર્વ સાંસદ દ્વારા પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો:- વડોદરામાં 31મી ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિબંધ, તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત
જો કે, આ મામલે નવાપુરા પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદ સામે પીએસઆઈએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી સત્યજીત ગાયકવાડ પર ગાળાગાળી કરવા અને ઝપાઝપી કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સત્યજીત ગાયકવાડ પર બહેનના માસ્કના દંડના રૂપિયા ના ભરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સત્યજીત ગાયકવાડને પણ માસ્ક ન પહેરવાને લઈ પોલીસે 1000 રૂપિયાનો દંડ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે