Amarnath Yatra : ભારે વરસાદને કારણે આ વર્ષે અમરનાથ યાત્રાને અસર પડી છે. અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવાઈ છે. તો અનેક ભક્તો રસ્તામાં અટવાયા છે. પરંતુ આ યાત્રા હવે ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આ વર્ષે ચોથા ગુજરાતીનું યાત્રા દરમિયાન મોત નિપજ્યું છે. અમરનાથ યાત્રાથી ફરી એક વખત વડોદરા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના 35 વર્ષીય ગણેશ કદમનું અમરનાથ યાત્રા દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
યાત્રા દરમિયાન ત્રણવાર હાર્ટએટેક આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવારે ગણેશ કદમ વડોદરાથી મિત્રો સાથે અમરનાથ જવા નીકળ્યા હતા. ગણેશ કદમને યાત્રા શરૂ કર્યાના બે દિવસમાં ત્રણ વખત હાર્ટ એટેક આવ્યો હતો. આખરે પહેલગામમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું. ગણેશ કદમના આકસ્મિક નિધનથી તેમના પત્ની અને ટ્વિન બાળકો નિરાધાર બન્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આજે સાંજ સુધી મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.
ડાકોર મંદિરમાં પોલીસમાં થયા દેવદૂતના દર્શન, હાર્ટએટેક આવતા જ CPR આપી જીવ બચાવ્યો
અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત #AmarnathYatra #Gujarat #BreakingNews #HeartAttack pic.twitter.com/YEqcXv5khF
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2023
યાત્રામાં મોતને ભેટનાર ચોથા ગુજરાતી
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું થયું છે. ગત 9 જુલાઇના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયા (ઉં.વ. 58)નું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જતાં મૃત્યું થયું હતું. જ્યારે 13 જુલાઇના રોજ ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયું હતું. તો ગઈકાલે સુરત જિલ્લાના કામરેજના વતની અને અમેરિકા સ્થાયી થયેલા ઉર્મિલાબેન મોદીનું મોત નિપજ્યુ હતું. ઊર્મિલાબેનનું માથામાં પથ્થર પડતાં મોત નિપજ્યું છે. આ વર્ષે ભૂસ્ખલન, વરસાદ, ઠંડી અને અન્ય આકસ્મિક બનાવોમાં કુલ 25 લોકોના મોત થઇ ચુક્યા છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
યુકેમાં આ કોર્સ કર્યો તો નોકરી પાક્કી સમજો, PR મળતા પણ વાર નહિ લાગે
કેદારનાથમાં મોબાઈલ પર પ્રતિબંધ
કેદારનાથ મંદિરમાં હવે શ્રદ્ધાળુ મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે... એટલું જ નહીં હવે શ્રદ્ધાળુ મંદિર પરિસરમાં તસ્વીર પણ નહીં લઈ જઈ શકે અને વીડિયો પણ બનાવી શકશે નહીં.... આ નિર્ણય બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ લીધો છે.... કેમકે હાલમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં વિવાદાસ્પદ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો... તેના પછી મંદિર સમિતિ તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે... આ સિવાય સમિતિએ કેટલાંક નવા નિયમો પણ બનાવ્યા છે... અને જો તેનું પાલન નહીં કરવામાં આવે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના આ રસ્તા પર પીળા કલરનું બોક્સ દેખાય તો ઉભા રહેજો, નહિ તો દંડ થશે
આ સ્વિત્ઝર્લેન્ડ નહિ, વાદળોની ફૌજ વચ્ચે ઢંકાયેલુ પાવાગઢ છે, એકાએક બદલાયો નજારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે