Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા રેસ્ટરોરન્ટ બર્ગર કિંગના ફૂડમાંથી નિકળ્યું મચ્છર

વડોદરા(Vadodara) શહેરમાં આજકાલ જાણીતા અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ પાંચથી વધારે બ્રાન્ડેડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલ રેસ્ટરોરન્ટમાંથી(Restaurant) ગ્રાહકોને પીરસવામાં આવતાં ફૂડમાં મચ્છર, ઈયળ,વંદા જેવી જીવાત નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલ ચકલી સર્કલ ખાતેના બર્ગર કિંગ(Burger King) નામના રેસ્ટોરન્માં ગ્રાહકે ઓર્ડર કરેલ બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળતા તેમને પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.

વડોદરા: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા રેસ્ટરોરન્ટ બર્ગર કિંગના ફૂડમાંથી નિકળ્યું મચ્છર

તૃષાર પટેલ/વડોદરા: વડોદરા(Vadodara) શહેરમાં આજકાલ જાણીતા અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ પાંચથી વધારે બ્રાન્ડેડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલ રેસ્ટરોરન્ટમાંથી(Restaurant) ગ્રાહકોને પીરસવામાં આવતાં ફૂડમાં મચ્છર, ઈયળ,વંદા જેવી જીવાત નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલ ચકલી સર્કલ ખાતેના બર્ગર કિંગ(Burger King) નામના રેસ્ટોરન્માં ગ્રાહકે ઓર્ડર કરેલ બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળતા તેમને પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.

fallbacks

શહેરમાં બહારનું જંક ફૂડ ખાવા ટેવાયેલા લોકો માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ફૂડ ચેઇન ધરાવતાં રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતાં ફૂડ સામે હવે અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ બ્રાન્ડેડ રેસ્ટરોરન્ટમાંથી ફૂડમાંથી જીવડા મળી આવ્યાંના બનાવો સામે આવ્યા છે ત્યારે ઓર્ડર કરેલ ફૂડમાંથી જીવાત મળી આવવાનો એક બીજો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નરસિંહજીની પોળમાં રહેતા પ્રિયાંક કંસારા નામનો યુવક અલકાપુરી વિસ્તારના ચકલી સર્કલ પાસે આવેલ બર્ગર કિંગ નામની રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા માટે આવ્યા હતા. તેમને કુલ ત્રણ જેટલા બર્ગર ઓર્ડર કર્યા હતા જેમાં પહેલા બે બર્ગરમાં સ્વાદ અને ગુણવત્તા બરાબર હતી પરંતુ ત્રીજા બર્ગરમાંથી મરેલું મચ્છર આવતાં પ્રિયાક ચોકી ઉઠ્યો હતો.

મહેમદાવાદ: આઇસર અને રીક્ષા વચ્ચે ગમ્ખવાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત

સમગ્ર મામલે રેસ્ટરોરન્ટના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે નામના મેળવી ચૂકેલ આ રેસ્ટોરન્ટના મેનેજર દ્વારા સમગ્ર મામલે ગ્રાહકને ઓર્ડર કરેલ ફૂડનું રિફંડ પરત કરી દઈને સમાધાન કરવા માટે જણાવાયું હતું પરંતુ ગ્રાહકે આ મામલે પાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. અલબત્ત ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમે બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા.

10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી

આ પ્રકારના મામલા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શહેરનાં ગણમાન્ય અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં મળતા ફૂડને લઈને અનેક સવાલો ઉભા થયા છે. પાલીકા આરોગ્ય વિભાગના અમલદારે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ નમુનાને ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને તેનું પરિણામ આવ્યા બાદ રેસ્ટરોરન્ટ સામે કેવા પ્રકારની કામગીરી કરવી તે નક્કી કરવામાં આવશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More