રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકડાઉન વચ્ચે રાજકોટ મધ્યસ્થ જેલ (rajkot madhyasth jail) માંથી બેટરી સાથે 4 મોબાઈલ મળી આવ્યા છે. એક તરફ લોકડાઉન તો બીજી તફર જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદની ઝડપી સ્કવોર્ડએ જેલમાં તપાસ કરતા મોબાઈલ ફોન મળી આવ્યા છે. નવી જેલ વિભાગ 1ના યાર્ડ નંબર 5ની બેરક 4 અને બેરક 2માંથી ચારેય ફોન મળી આવ્યા છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. આ અગાઉ પણ લોકડાઉનમાં દડાના ઘા કરી જેલની અંદર પ્રતિબંધિત વસ્તુ પહોંચાડવામાં આવી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે મોતનો કુવો, ગુજરાતના 50% મોત અહીં થયા
રાજકોટના અન્ય અપડેટ્સ....
રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો સામે છે. ધોરાજીના 42 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી પરત ધોરાજી આવેલ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. ધોરાજી શહેરમાં આજે કોરોનાનો કેસ સામે આવતા ધોરાજી શહેરમાં કોરોના પોઝિટિવ આંક 2 પર પહોંચ્યો છે. શહેરમાં 76 અને ગ્રામ્યમાં 10 કેસ મળી કુલ પોઝિટિવ આંક 86 પર પહોંચ્યો છે.
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આજથી બુકિંગ માટે એક કાઉન્ટર શરૂ થશે. 1 જૂનથી શરૂ થઈ રહેલ ટ્રેનો માટે આજથી એક રિઝર્વેશન કાઉન્ટર શરૂ થવાનું છે. રોજ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે કાઉન્ટર શરૂ થશે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ટ્રેનોનું રિઝર્વેશન કરવામાં આવશે.
રાજકોટથી બહારગામ જવા માંગતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. એસ.ટી. દ્વારા આજથી વધુ 19 રૂટ શરૂ થશે. જામનગર, ભાવનગર અને જૂનાગઢ જવા માટે આજથી ફ્રિકવન્સી વધારવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ ,પડધરી સહિતના રૂટ પર વધુ બસ ફાળવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે