Home> Gujarat
Advertisement
Prev
Next

છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા

બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા.

છોટાઉદેપુર: બોડેલી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 4 યુવાનોના મોત, 2 ને ઇજા

જમીલ પઠાણ, છોટાઉદેપુર: મોડી સાંજે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન પાસે બે બાઈકની સામ-સામે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં બાઈક સવાર ચાર યુવાનોના ઘટના સ્થળેજ મોત નીપજ્યાં હતા. તો ઈજાગ્રસ્ત બે યુવાનોને સારવાર અર્થે 108 દ્વારા જામ્બુઘોડા લઇ જવાયા હતો. ઘટનાની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ સ્થળે પહોંચી હતી.

fallbacks

વધુમાં વાંચો: સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં જણાવ્યું આ કારણ

બને બાઈક ઉપર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં બંને બાઈક ઉપરના બબ્બે યુવાનોના મોત થયા. જ્યારે બંને બાઈક ઉપર સવાર એક એક ઈજાગ્રસ્ત બન્યા હતા. મોતને ભેટનાર એક બાઈક સવાર મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા પાસેનાં સાજનપુર ગામનો હોવાનું અને  મજુરી અર્થે અહીં આવેલો હોવાનું અને બીજો પાવીજેતપુરનાં રાયપુરનો હોવાનું જાણવા મળે છે. તો બીજી બાઈક ઉપર સવાર લોકો પાવીજેતપુરનાં મોટી બેજ ગામના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે બોડેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More