Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ 4 સ્થળોએ ફાટી નીકળ્યો જીવલેણ રોગ! જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે ચારેય વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરાગ્રહત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના આ 4 સ્થળોએ ફાટી નીકળ્યો જીવલેણ રોગ! જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

Cholera News: ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે. જી હા...કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે ચારેય વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરાગ્રહત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

fallbacks

રાજકોટ ભાજપમાં ભયાનક યુદ્ધ! 'ચંડાળ-ચોકડી’ના નામ જોગ સાથે 'કમલમ્'મા ફૂટ્યો લેટર-બૉમ્બ
 
ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કોલેરાગ્રસ્ક વિસ્તારો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ ખાય છે. ત્યારબાદ ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.

ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?

આ સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. આ ચારેય વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More