Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ ઓલપાડમાં સિરાજ પઠાણ પર 4 રાઉન્ડ ફાયરિંગ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

ભોગ બનનાર સિરાજખાન વિવધ રાજ્યમાં ૨૦થી વધુ વાર અશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાને પણ સિરાજખાન પઠાણ પાસે કરોડો રૂપિયામાં ઘોડો માંગ્યો હતો ત્યારથી સિરાજખાન વધુ જાણીતા બન્યા હતા.

સુરતઃ ઓલપાડમાં સિરાજ પઠાણ પર 4 રાઉન્ડ ફાયરિંગ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત: સુરતના ઓલપાડમાં સિરાજ પઠાણ નામનના યુવાન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ બનાવમાં સિરાજ પઠાણનો આબાદ બચાવ બચાવ થયો છે. જમીન પ્રકરણમાં ગુડ્ડુ નામના શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની શક્યતા છે. ત્યારે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

fallbacks

સુરતના સકાબ પર ફિદા થયો 'સુલ્તાન', ભારતના નંબર વન અશ્વ માટે કરી 2 કરોડની ઓફર

જેમાં બાઈક પર આવેલા બે લોકો ધડાધડ ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે SOG, LCBએ તપાસ હાથ ધરીને બે શંકાસ્પદને પકડી પાડીને પૂછપરછ કરી હતી. ભોગ બનનાર સીરજખાન વિવિધ રાજ્યમાં 20થી વધુ અશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે. 

ભોગ બનનાર સિરાજખાન વિવધ રાજ્યમાં ૨૦થી વધુ વાર અશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાને પણ સિરાજખાન પઠાણ પાસે કરોડો રૂપિયામાં ઘોડો માંગ્યો હતો ત્યારથી સિરાજખાન વધુ જાણીતા બન્યા હતા. મુખ્ય આરોપી સુરત શહેરના ચોકબજારમાં રહેતા ગુડ્ડુ ફાયરિંગ ઉર્ફે નઝીર સૈયદ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના ઓરમા-જાફરાબાદ ખાતેની જમીન વિવાદ કારણભૂત હોવાનું સિરાજ પઠાણનું કહેવું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More