ચેતન પટેલ, સુરત: સુરતમાં ગુનેગારોને જાણે ખાખી વરદીનો કોઇ જ ખોફ ન રહ્યો હતો તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં 3 જેટલી હત્યા જાહેરમાં કરવામાં આવી છે. ત્યારે વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવાનને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
વધુમાં વાંચો: આશાબેન પટેલ આવતીકાલે પાટણથી જોડાઈ શકે છે ભાજપમાં: સૂત્રો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતો દિનેશ વાડા હીરા ઘસી પોતાના પરિવારજનોનું ગુજરાતન ચલાવતો હતો. ગત મોડી રાત્રે દિનેશભાઇ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માતાવાડી સર્કલ પાસે અજાણ્યા 4 શખ્સો દ્વારા દિનેશભાઇ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા. જ્યાં ઘટના સ્થળ પર જ દિનેશબાઇનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
વધુમાં વાંચો: અમદાવાદમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું બોગસ કોલસેન્ટર, 50થી વધુની ધરપકડ
આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ અને ઉપરી અધિકારીઓનો કાફલો સ્થળ પર દાડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસના હાથે સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં દિનેશભાઇની હત્યા કરતા 4 લોકો ઝડપાયા હતા. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી અજાણ્યા શખ્સો વિરૂધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે