Vadodara News: જિલ્લાના તાલુકા મથક ડેસર ગામમાં શેખ ફળિયામાં રહેતા અકીલ હુસેન દિવાનની ચાર વર્ષીની દીકરી અલીજા પાંચ રૂપિયાની ચોકલેટની સાથે રમવાના ઉત્સાહમાં LED બલ્બ ગળી ગઇ હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તબીબે એક કલાકની સર્જરી બાદ બાળકીના પેટમાંથી LED બલ્બ કાઢી પિડા મુક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે, પાંચ રૂપિયાની ચોકલેટ પરિવારને રૂપિયા 35 હજારમાં પડી હતી.
અચાનક કેમ થઈ રહ્યું છે આવું? ભારતમાં આ જગ્યાઓ પર મચી શકે છે ભારે તબાહી
આ બનાવની વિગત એવી છે કે, ડેસર ગામમાં રહેતી ચાર વર્ષની અલીજા જુનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. અલીજા દિવાન રાત્રે 8 વાગ્યાના અરસામાં માર્કેટમાં મળતી લાઇટવાળી ચોકલેટ લાવીને ખાતી હતી. અલીજાએ રમતની ધૂનમાં ચોકલેટ સાથે એલ.ઇ.ડી. બલ્બ ખાઇ ગઇ હતી. અને અન્ય બાળકો સાથે રમવા લાગી ગઇ હતી.
ઈરફાન પઠાણને મળી સજા ! IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી નામ ગાયબ
દરમિયાન અલીજાના ગળામાં તાર સાથેની એલ.ઇ.ડી ફસાઇ ગઇ હતી. માતા મુસ્કાન દિવાન દ્વારા હાથની આંગળી ગળામાં નાખી બહાર કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ કાઢી શકાઇ ન હતી. માતાની આંગળીમાં તાર ખૂચતા ખબર પડી કે ખરેખર નાનું એલઈડી બાળકીના શરીરમાં જતું રહ્યું છે. માતા મુસ્કાન તાત્કાલિક દીકરીને ડેસરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી એક્સરે કઢાવવા સલાહ આપી હતી.
મુસ્કાન-સાહિલે વેબસિરીઝ જોઈને કર્યું હતું સૌરભની હત્યાનું પ્લાનિંગ!
દરમિયાન ઘટનાના બીજા દિવસે અલીજાને માતા સાવલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની સોનોગ્રાફી અને એક્સરે કરાવ્યો હતો. જેમાં ત્યારે બાળકીના શરીરમાં આડી થઇ ગયેલ તાર સાથેની LED લાઇટ જણાઇ આવી હતી. સોનોગ્રાફી અને એક્સરેમા ચોક્કસ નિદાન થયા બાદ માતા મુસ્કાન અને પરિવારજનો અલીજાના શરીરમાં ફસાઇ ગયેલો LED બલ્બ બહાર કઢાવવા માટે વડોદરા ખાતેની સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.
Jio એ ખતમ કરી કરોડો યુઝર્સની ચિંતા, આ સસ્તા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી, 2GB ડેટા
તબીબી ટીમ દ્વારા એન્ડ્રોસ્કોપી કરીને એક કલાકની ભારે જહેમત બાદ બાળકીના શરીરમાંથી એલઇડી બલ્બ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જ્યારે ઓપરેશન ચાલતું હતું ત્યારે માતાપિતા અને પરિવારજનોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. જોકે સફળ ઓપરેશન બાદ અલિજાના શરીરમાંથી LED બલ્બ નિકળી જતા પરિવારજનોએ રાહત અનુભવી હતી અને બાળકી અલીજા પિડા મુક્ત થઇ હતી.
LGથી ટાટા કેપિટલ સુધી, શેરબજારની બદલાયેલી પરિસ્થિતિમાં આવી રહ્યા છે આ 5 કંપનીના IPO
ઉલ્લેખનીય બાબત એ છે કે, બાળકોને આકર્ષવા માટે રમકડાં સાથેની ચોકલેટ કેટલી જોખમ કારક હોય છે. તે આ બનાવથી સમજી શકાય છે. આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ છે. આ કિસ્સો ડેસર ગામ સહિત પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે