Home> Gujarat
Advertisement
Prev
Next

ચાર યુવકો એક જ બાઈક પર જઈ રહ્યા હતા, હિંમતનગર પાસે ખાલી કેનાલમાં પડતા એકનું મોત

સાબરકાંઠા હિંમતનગર હાજીપૂર પાસે કેનાલમાં બાઇક ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ તેની સાથે બાઈક પર બેસેલ અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકો બાઈક પર અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. એક બાઈક પર ચાર યુવાનો સવાર હતા. હાજીપુર પાસેની ખાલી કેનાલ પાસેથી પસાર થતા સમયે લાઈટથી અંજાઈ જતા બાઈક કેનાલમાં ખાબક્યું હોવાનું પ્રાથમિક તારણ એ-ડિવિઝન પોલીસે કાઢ્યું છે. વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ચાર યુવકો એક જ બાઈક પર જઈ રહ્યા હતા, હિંમતનગર પાસે ખાલી કેનાલમાં પડતા એકનું મોત

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા હિંમતનગર હાજીપૂર પાસે કેનાલમાં બાઇક ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ તેની સાથે બાઈક પર બેસેલ અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકો બાઈક પર અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. એક બાઈક પર ચાર યુવાનો સવાર હતા. હાજીપુર પાસેની ખાલી કેનાલ પાસેથી પસાર થતા સમયે લાઈટથી અંજાઈ જતા બાઈક કેનાલમાં ખાબક્યું હોવાનું પ્રાથમિક તારણ એ-ડિવિઝન પોલીસે કાઢ્યું છે. વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

fallbacks

ચારેય યુવાનો રાજસ્થાનના વતની હોવાનું બહાર આવ્યું છે. ગત મોડી રાત્રિએ અંધારામાં આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. બનાવ બનતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત 3 યુવાનને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More