Foxconn-Vedanta Joint Venture: ભારતમાં હવે ઈલેક્ટ્રિક વાહનો તથા અન્ય વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાતી સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પાછલા વર્ષે ગુજરાતમાં વેદાન્તા ગ્રુપ અને ફોક્સકોને સંયુક્ત રીતે સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે રોકાણની જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓએ કરાર પણ કર્યો હતો. પરંતુ હવે આ મામલે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. જેમાં ફોક્સકોને જણાવ્યું કે તેણે વેદાન્તા સાથે આ કરાર તોડવાની છે. આ સમાચાર બાદ ગુજરાતને પણ ઝટકો લાગ્યો છે.
1.5 લાખ કરોડની હતી સમજુતી
ગ્લોબલ કોન્ટ્રાક્ટ ઈલેક્ટ્રોનિક્સ મેકર Foxconn અને વેદાન્તાએ પાછલા વર્ષે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ બનાવવા માટે એક સમજુતી કરી હતી. આ જોઈન્ટ વેન્ચરમાં આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું હતું.
Hon Hai Technology group (Foxconn)એ જણાવ્યું કે ફોક્સકોનનો આ યુનિટ સાથે કોઈ સંબંધ નથી અને તેના મૂળ નામને બનાવી રાખવાથી કંપનીના સ્ટેકહોલ્ડર્સમાં ભ્રમની સ્થિતિ પેદા થશે.
આ પણ વાંચોઃ એક્સ્ટ્રા કમાણી પડી મોંઘી, લાઇક-સબ્સક્રાઇબ ગેંગની લાલચમાં ફસાયો ભણેલો વ્યક્તિ
સેમિકન્ડક્ટર માટે કર્યું કામ
ફોક્સકોને એક નિવેદનમાં સોમવારે કહ્યું- આપસી સમજુતી અનુસાર વધુ વિવિધ વિકાસના અવસરોને શોધવા માટે ફોક્સકોને નક્કી કર્યું છે કે તે વેદાન્તાની સાથે જોઈન્ટ વેન્ચર (Foxconn-Vedanta Joint Venture) પર આગળ વધશે નહીં.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક વર્ષ કરતા વધુ સમય સુધી Hon Hai Technology Group (Foxconn)અને વેદાન્તાએ એક ગ્રેટ સેમિકન્ડક્ટર આઇડિયાને વાસ્તવિકતામાં લાવવા માટે આકરી મહેનત કરી છે. આ એક ફળદાયી અનુભવ રહ્યો છે, જે બંને કંપનીઓને આગળ વધવામાં મજબૂતી પ્રદાન કરી શકે છે.
તેમાં ઉમેર્યું હતું કે, "ફોક્સકોનને ભારતના સેમિકન્ડક્ટર વિકાસની દિશામાં વિશ્વાસ છે. અમે ભારત સરકારની 'મેક ઇન ઇન્ડિયા' મહત્વાકાંક્ષાઓને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખીશું અને વિવિધ સ્થાનિક ભાગીદારી સ્થાપિત કરીશું જે હિતધારકોની જરૂરિયાતોને પૂરી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે