Home> Gujarat
Advertisement
Prev
Next

વસુધરાની સ્કીમમાં પ્રધાનમંત્રી મોદી આપશે બંગ્લો ગિફ્ટ, ગુજરાત ભાજપના મહિલા નેતાને આવ્યો ફોન

ગુજરાતમાં ભાજપના એક મહિના નેતા સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો છે. આ મહિલા નેતાને મોબાઈલ પર પ્રધાનમંત્રી બંગલો આપવાના છે તેમ કહી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

વસુધરાની સ્કીમમાં પ્રધાનમંત્રી મોદી આપશે બંગ્લો ગિફ્ટ, ગુજરાત ભાજપના મહિલા નેતાને આવ્યો ફોન

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ આજના ડિજિટલ યુગમાં વિવિધ રીતે ઓનલાઈન છેતરપિંડી ખુબ વધી ગઈ છે. અનેક લોકો આ રીતે સાઇબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. તો ગુજરાતમાં તો નકલી ઓળખ આપીને પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવા ઘણા બનાવો બન્યા છે. પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક મહિલા સામે આવી રીતે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

fallbacks

ભાજપના મહિલા નેતા સામે છેતરપિંડીનો પ્રયાસ
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય કુમુદબેન જોન સામે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના મહિલા નેતાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કુમુદ જોશી સાથે PMOના મુખ્ય સચિવ પી.કે મિશ્રાની ઓળખ આપી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં

ભાજપના મહિલા નેતાને એક ફોન આવ્યો અને ફોન કરનારે પોતાની ઓળખ PMOના મુખ્ય સચિવ પી.કે મિશ્રાની ઓળખ આપી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી તમારા જેવા સીનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપવાના છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે 100 બાંગ્લા બનવતા હોવાથી તેમાંથી એક બંગલો તમને આપવાનો હોઈ તેમ કહી વોટ્સઅપમાં ફોટા મોકલ્યા હતા. તેમને આ વાત ગુપ્ત રાખી બંગલા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું કહ્યું હતું. 

ભાજપના મહિલા નેતાને જાન્યુઆરીમાં આ બંગલાનું પઝેશન મળી જશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના મહિલા નેતાને છેતરપિંડી થાય તેવી શંકા જતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો સાઇબર ક્રાઇમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More