Home> Gujarat
Advertisement
Prev
Next

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, વડોદરામાં પૈસા ડબલ કરવાની લાલચે હતા તે પણ ગુમાવ્યા

ફોરેક્ષ કંપનીમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરવા માટે કોઈ ફોન આવે તો ચેતી જજો, નહિ તો તમને રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. વડોદરામાં અનેક લોકોએ ફોરેક્ષ કંપનીમાં ઊંચા વળતરની લાલચે રોકાણ કર્યું, બાદમાં તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની નોબત આવી છે. 

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, વડોદરામાં પૈસા ડબલ કરવાની લાલચે હતા તે પણ ગુમાવ્યા

વડોદરા : ફોરેક્ષ કંપનીમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરવા માટે કોઈ ફોન આવે તો ચેતી જજો, નહિ તો તમને રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. વડોદરામાં અનેક લોકોએ ફોરેક્ષ કંપનીમાં ઊંચા વળતરની લાલચે રોકાણ કર્યું, બાદમાં તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની નોબત આવી છે. 

fallbacks

આજે ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો હડતાળ પર, કહ્યું; 'આ સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી..'

વડોદરામાં રહેતા રાકેશ પાટીલને ડેલ્ટા ટ્રેડ ફોરેક્ષ કંપનીના નામે ફોન આવ્યો. જેમાં કંપનીમાં રોકાણ કરશો તો રોજ ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેના આધારે રાકેશ પાટીલે કંપનીના વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરી પોતાનું ખાતું ખોલાવ્યું, બાદમાં કંપનીએ ઈ-મેઈલ પર બેંક ખાતાની વિગત મોકલી નાણાં જમા કરાવવા માટે જાણ કરતા ફરિયાદીએ 2,60,474 રૂપિયા જમા કરાવ્યા, ત્યારબાદ ડેલ્ટા ટ્રેડનું ખાતું ખોલી ટ્રેડિંગ શરૂ કર્યું. જેમાં શરૂઆતના ત્રણ દિવસમાં જ ઊંચું વળતર મળતું હોવાનું બતાવવામાં આવ્યું. પરંતુ બાદમાં એકાએક ચોથા દિવસે ખાતું બંધ કરી દીધું. ત્યારબાદ ફરિયાદીએ કંપનીમાં વારંવાર ફોન કરતાં ખાતું ફરી શરૂ કરવા વધુ 1,15,000 રૂપિયા જમા કરાવવા પડશે તેમ જાણ કરવામાં આવી. જેથી ફરિયાદી લાલચમાં આવી નાણાં જમાં કરાવ્યા. બાદમાં કંપનીએ ખાતું શરૂ કરી ત્રણ દિવસમાં જ બધું પ્રોફિટ બાદ કરી નુકશાન થયું છે તેમ બતાવી ખાતું ફ્રીઝ કરી નાખ્યું. 

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મધમાખીના આતંકથી આજથી ગબ્બર દર્શન બંધ, જાણો હવે ફરી ક્યારથી કરી શકાશે દર્શન

જેથી ફરિયાદીએ કંપનીનો સંપર્ક કરતા કોઈ જ જવાબ ન આપતાં ફરિયાદી રાકેશ પાટીલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગૌતમ વડવાની અને અનિરુદ્ધ નામના શખ્સો વિરૂદ્ધ અરજી આપી. સાયબર માફિયાઓએ ફરિયાદી રાકેશ સાથે 3,75,474 રૂપિયાની છેતરપિંડી કરી છે. ફરિયાદીએ પોલીસ પાસે આરોપીઓને પકડી તેના નાણાં પાછા અપાવવા અને કોઈને આવી રીતે રોકાણ ન કરવા વિનંતી કરી છે.

ભાવિના પટેલની સાથે ગુજરાતની વધુ એક પેરાખેલાડીએ ઇજપ્ત પેરા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અપાવ્યું મેડલ, ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ જીતાડ્યું

થોડાક સમયથી RBI અને SEBI દ્વારા અનેક ફોરેક્ષ કંપનીઓની 539થી વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આવી કંપનીઓ લોકોને ફોન કરી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી છેતરપિંડી કરી રહી છે. વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરના મતે સાયબર માફીયાઓ બોગસ ફોરેક્ષ કંપની ઊભી કરી લોકોને લાલચ આપી 5 થી 10 હજાર ડોલર સુધી રોકાણ કરાવી છેતરપિંડી આચરી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધી અનેક લોકો ફસાયા છે, જેમને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ભોગ બનનાર જ્યારે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે ત્યારે સાયબર માફીયાઓ ફોરેક્ષ કંપનીમાં રોકાણ કરવું ગેરકાયદેસર છે, તમારી સામે જ ગુનો દાખલ થશે તેવી ધમકી આપી ડરાવે છે. જેથી લોકો ફરિયાદ પણ કરતાં ડરે છે...તાજેતરમાં વડોદરામાં અશોક મોદી નામના વ્યક્તિ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી થઈ હતી જેમાં સાયબર ક્રાઇમ પોલીસે મહમદ અવેશ અઘાડી અને રવિન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી અને વેપારીને નાણાં પરત અપાવ્યા. સાયબર એક્સપર્ટ કહે છે કે લોકોએ ભારતીય કરન્સીમાં રોકાણ કરવા રૂપિયા આપ્યા છે, જેથી તેવો પોલીસમાં ફરીયાદ કરી શકે છે તેવો કોઈ ગુનામાં નથી આવતા. સાથે જ લોકોને એક સલાહ પણ આપી છે કે RBI અને SEBIમાં જે રજિસ્ટર્ડ હોય તેવી જ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. પોલીસ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ માટે તો હજારો કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More