Rajkot Friendship Day News: મિત્ર એવો શોધો કે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહી અને દુઃખમાં સાથ આપે. આ કહેવત મિત્ર માટે છે અને આને સાર્થક કરી છે, જેતપુરના રહેવાસી ચંદુભાઈએ જેમની મિત્રતા જોઈને કૃષ્ણને પણ ઈર્ષા આવે. આજે ચંદુભાઈ પોતાના મિત્રને ભગવાન બનાવીને રોજ પૂજા કરે છે.
ભરૂચ-પાલનપુર, સુરેન્દ્રનગર સહિત 21 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે, જાણો શું સગવડો મળશે
આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે વિશ્વ ભરમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મૂળ ભાવનગરના અને જેતપુરમાં સ્થાઈ થયેલ ચંદુભાઈ મકવાણાની તેના મિત્રની સાથે મિત્રતાની કહાની જ કંઈક અલગ છે. રોજ સવારે તમે જેતપુરના સ્મશાનમાં જાવ અને જોવો એટલે ચંદુભાઈ એક મૂર્તિની પૂજા કરતા જોવા અને એ પછી જ ચંદુભાઈ તેમના રોજિંદા કર્યો કરે અને ધંધા રોજગાર ઉપર જાય. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની નથી. પરંતુ ચંદુભાઈ માટે તો તે મૂર્તિ ભગવાનથી ઓછી પણ નથી. તે મૂર્તિ છે ચંદુભાઈના દિગવંત મિત્ર અપ્પુની. દિગવંત અપ્પુએ ચંદુભાઈનો બાળપણનો મિત્ર છે અને હાલ તે આ દુનિયામાં નથી.
જ્ઞાનવાપી સર્વે દરમિયાન ASIને મળી એક એવી વસ્તુ, હિન્દુ પક્ષ માટે બની શકે મોટો પુરાવો
જ્યારે અપ્પુ જીવિત હતો ત્યારે ચંદુભાઈ અને અપ્પુ એક બીજા માટે દો જીસ્મ એક જાન હતા. ચંદુભાઈના સુખે સુખી અને ચંદુભાઈના દુખે દુઃખી એવી અપ્પુની મિત્રતા હતી. ચંદુભાઈની મુશ્કેલીમાં અપ્પુ હંમેશા પહેલા. ચંદુભાઈ બીમાર પડે તો અપ્પુ 24 કલાક સેવામાં હાજર આવી મિત્રતા જોઈને દરેક વ્યક્તિને ઈર્ષા થાય અને એક દિવસ કોઈ અકસ્માતમાં આ જીગર જાન મિત્ર અપ્પુનું અવસાન થયું અને આજે ચંદુભાઈ એકલા થઈ ગયા.
PM એ આપી 24 હજાર કરોડની ભેટ, 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ, જાણો સમગ્ર પ્લાન
મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કંઈક કરવું હતું અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી અને રોજ તેની પૂજા કરે છે. સાથે જ ચંદુ ભાઈ દ્વારા પશુઓને ઘાસચારો અને ઝૂંપડપટીમાં બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
થારના શોખીનો માટે ખુશખબર, આ તારીખે ઈલેક્ટ્રિક થાર પરથી ઉઠશે પડદો, જાણો ખાસિયત
ચંદુભાઈ તેના દિગવંત મિત્રની મૂર્તિને સ્મશાનમાં સ્થાપિત કર્યા બાદ પણ અટકતા નથી અને તેઓ એ મિત્રને અમર બનાવવા માટે તેવો એ પોતાના તમામ ધંધા અને વેપારનું નામ અપ્પુના નામ ઉપરથી શરૂ કર્યા છે જેમાં અપ્પુ કન્સ્ટ્રક્શન, અપ્પુ એન્ટરપાઈજ વગેરે. ધંધાકીય સાહસો તો અપ્પુના નામે તો છે જ પણ સાથે દિગવંત અપ્પુના નામે ધાર્મિક કર્યો દાન ધર્માદો વગેરે કર્યો કરવા તે ચંદુભાઈની દૈનિક ક્રિયા થઈ ગઈ છે. ચંદુભાઈની અપ્પુની મિત્રતા જોઈને કોઈને પણ ઈર્ષા થાય અને દરેક વ્યક્તિ તેમની મિત્રતા માટે વખાણ કર્યા વગર રહેતા નથી.
ભારત આવતા પહેલા પાકિસ્તાનને સતાવે છે આ ડર, ટીમ સાથે આવશે આ ખાસમખાસ વ્યક્તિ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે