Home> Gujarat
Advertisement
Prev
Next

Cold wave in Gujarat: ગુજરાતમાં કઈ તારીખથી ફરી કાતિલ ઠંડી અને વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી

ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા ગુજરાતમાં હવે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. તેની સીધી અસર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે.

 Cold wave in Gujarat: ગુજરાતમાં કઈ તારીખથી ફરી કાતિલ ઠંડી અને વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી

ઝી ન્યૂઝ/બ્યુરો: ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. હજુ પણ રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ ગાત્રો થીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ વેવની આગાહી કરાઈ છે. સીવીયર કોલ્ડવેવની બે દિવસ કચ્છ નલિયામાં અસર વર્તાશે. ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ પણ ઓછું થશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડી વધી રહી છે. બીજી બાજુ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. અમદાવાદમાં 6.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગર સૌથી ઓછું 4.3 ડિગ્રી નોંધાયું છે અને સૌથી ઠંડા શહેરમાં ગાંધીનગર આજના દિવસ માટે રહ્યું હતું.

fallbacks

ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા ગુજરાતમાં હવે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. તેની સીધી અસર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ કોલ્ડવેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે રવિવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટી ગયું હતું. 

ગુજરાતમાં કોરોના વાઈરસ જીવલેણ બન્યો, કેસમાં ઘટાડો, પણ દર કલાકે એક વ્યક્તિનું મોત

બીજી બાજુ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાની 800 જેટલી બોટ પૈકી 400 બોટ જખૌ બંદર ઉપર અને 400 બોટ મહારાષ્ટ્રના વિવિધ બંદરો ઉપર લંગારવામાં આવી છે. જાન્યુઆરી માસમાં માછીમારી કરવાની સૌથી સારી સિઝન ગણવામાં આવવા છે. 3 દિવસ ભારે પવન અને વરસાદની આગાહી મળતા માછીમારો નજીકના બંદરે સુરક્ષિત રીતે બોટ લંગારી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દ્વારા રાજ્યના વિશાળ દરિયાઈ પટ્ટા ઉપર 70 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવાની અને ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાના માછીમારો પૈકી 409 જેટલી બોટ જખૌ અને વેરાવર બંદર ઉપર વલસાડના માછીમારોએ બોટ લંગારી દીધી છે. જ્યારે મહારાષ્ટ્માં પણ અલગ અલગ બંદરો ઉપર વલસાડની બોટ લંગારી દેવામાં આવી છે.

Surat Rubber Girl: સુરતની આ 'રબર ગર્લ' વિશે જાણીને આશ્ચર્ય થશે! PM મોદીએ એવોર્ડ એનાયત કર્યો

રાજ્ય હવામાન વિભાગે આગામી 3 દિવસમાં અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લામાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલી 800 જેટલી બોટ પૈકી 400 બોટ ગુજરાતના જખૌ બંદર ઉપર અને 400 બોટ મહારાષ્ટ્રના અલગ અલગ બંદરો ઉપર માછીમારીના વ્યવસાય માટે જતા હોય છે. 

સપ્તપદીના ફેરાં ફરતા પહેલા કન્યા ઢળી પડી, જ્યાં ડોલી ઉઠવાની હતી ત્યાં અર્થી ઉઠી

આ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી
- કચ્છ-સૌરાષ્ટ્રમાં કચ્છના નલિયા, ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કાતિલ ઠંડી પડશે.
- ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઠંઠવાશે અને દિવસનું તાપમાન પણ નીચું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More