Home> Gujarat
Advertisement
Prev
Next

બાકીમાં માલસામાન આપતા પહેલા ચેતજો! નહીંતર તમારો પણ આવો વારો આવશે

આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ , LED ટીવી , લોખંડ ની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે.

બાકીમાં માલસામાન આપતા પહેલા ચેતજો! નહીંતર તમારો પણ આવો વારો આવશે

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે અને અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી પહેલા વેપારીઓ પાસેથી ઘરવખરી માલસામાન મંગાવતો અને બાદમાં વેપારીઓને ચેક આપી પૈસા નહીં ચૂકવીને છેતરપિંડી કરતો હતો. આરોપી મેહુલ પટેલે માત્ર એક વેપારીને નહીં પરંતુ આજ મોડેસ ઓપરેન્ડીથી અનેક લોકોને છેતરી ચૂકયો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે LCBને મળેલી ફરિયાદ આધારે આરોપી મેહુલને ઝડપી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

fallbacks

60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ

સામાન્ય રીતે પોલીસ ચોરી કે છેતરપિંડીના ગુનામાં ગયેલ રોકડ રકમ અથવા સોનાના દાગીના રિકવર કરતી હોય છે. પરંતુ આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ , LED ટીવી , લોખંડ ની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે. સાંભળીને કદાચ નવાઈ લાગશે કે પોલીસ આ પ્રકારનું મુદ્દામાલ પણ કબજે કરી શકે ? ત્યારે હકીકત એવી છે કે આરોપી મેહુલ પટેલ અનેક વેપારીઓ પાસેથી પોતે દુકાન કરી હોવાના બાકીમાં માલસામાન મેળવતો અને બાદમાં ચેક આપી ભાડાની દુકાન ખાલી કરી મુદ્દામાલને બારોબાર વેચી રૂપિયા ઉભા કરી લેતો હતો. 

પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવી છે કે માત્ર એક વેપારીને નહીં પરંતુ અનેક વેપારીઓને મેહુલ આ જ રીતે છેતરપિંડી કરી અને ફરાર થઈ જતો હતો. અત્યાર સુધીમાં ૨૦ થી વધુ મોબાઈલ સીમકાર્ડ બદલી અને નવા નામથી વેપારી બની લોકોને છેતરવાનું કામ કરતો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More