મૌલિક ધામેચા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ્પસમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી છે. આ જુગારીઓમાં 4 કોર્પોરેશનના કર્મચારીઓ સહિત કુલ 7 લોકો ઝડપાયા છે. કારંજ પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા જુગારીઓ પૈકી 4 કોર્પોરેશનનાં કર્મચારીઓ છે. 1 પૂર્વ કોર્પોરેશન કર્મચારી છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ બહારનાં હોવાનું જાણવા મળ્યું છે.
VALSAD: ખુંખાર ગેંગસ્ટરે પેન્ટ કાઢીને એવી હરકત કરી કે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ દોડતા થયા
તમામ જુગારીઓ છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી કારંજ પોલીસને મળી હતી. જેના કારણે ડીસ્ટાફ દ્વારા છટકુ ગોઠવીને દરોડો પાડવામાં આવ્યા હતા. જેમાં તીન પત્તીનો જુગાર રમતા 7 શકુનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જે પૈકી 4 કોર્પોરેશનના કર્મચારીઓ છે. જે પૈકી એક લિફ્ટમેન, એક ગેટ કિપર સહિતના કર્મચારીઓ છે. જ્યારે એક નિવૃત કર્મચારી છે અને ત્રણ અન્ય કોઇ બહારનાં લોકો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલ તો પોલીસે તમામને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારીઓ પાસેથી 24 હજાર રૂપિયાનો મુદ્દામાલ કે જેમાં મોબાઇલ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે મળી આવ્યો છે. આ ઉપરાંત 2200 રૂપિયાની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે