Home> Gujarat
Advertisement
Prev
Next

અત્યંત ધનાઢ્ય ફાર્મ હાઉસમાં ચાલતું હતું જુગારધામ, શંકા ન પડે તે માટે પરિવાર મુકવા આવતો

અમદાવાદ ના પોશ વિસ્તાર માંથી સોલા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદની સોલા પોલીસે ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા એલપી પટેલ ફાર્મમા રેડ કરી 10 વેપારીઓની જુગાર રમતાં ધરપકડ કરી 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મ હાઉસના માલિકે પાંચ હજાર ભાડા પેટે આ જગ્યા જુગાર રમવા આપી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. 

અત્યંત ધનાઢ્ય ફાર્મ હાઉસમાં ચાલતું હતું જુગારધામ, શંકા ન પડે તે માટે પરિવાર મુકવા આવતો

ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ ના પોશ વિસ્તાર માંથી સોલા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદની સોલા પોલીસે ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા એલપી પટેલ ફાર્મમા રેડ કરી 10 વેપારીઓની જુગાર રમતાં ધરપકડ કરી 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મ હાઉસના માલિકે પાંચ હજાર ભાડા પેટે આ જગ્યા જુગાર રમવા આપી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. 

fallbacks

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી તો મધ્ય ગુજરાતમાં 3 દિવસથી તબક્કાવાર વરસાદ

એસ. પી રીંગ રોડ ઉપર આવેલાં ગ્રીન વુડ રિસોર્ટ અગાઉ પણ અનેક વાર વિવાદમાં આવી ચુક્યો છે. આ રિસોર્ટમાં અગાઉ હુકકાબર, દારૂનું ગોડાઉન ઝડપાયું હતું. હવે અહીં ઝડપાયું છે જુગારધામ. અહીં આવેલા એલ.બી પટેલ ફાર્મમાં સોલા પોલીસે રેડ પાડી હતી. પોલીસે રેડ કરી 10 લોકોની ધરપકડ કરી છે. આમ તો આ ફાર્મ હાઉસ અલગ અલગ પ્રસંગો માટે ભાડે આપવામાં આવતું હોય છે. 

આણંદ: તારાપુર હાઇવે પર સ્ત્રીવેશે ડ્રાઇવરોને લલચાવી લૂંટનારી ડફેર ગેંગ ઝબ્બે

જો કે હાલ કોઈ પ્રસંગ ન હોવાથી માલિક જસવંતભાઇ પટેલે પાંચ હજાર ભાડું લઈ જુગાર કલબ ચાલુ કરાવી હતી. પોલીસને શંકા ન જાય તે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અહીં લોકોને વાહન લઇને આવવા પર પ્રતિબંધ હતો. પરિવારના સભ્ય મૂકીને જતા રહેતા હતા. જેથી પોલીસને કોઇ શંકા પણ જતી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More