Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

પોરબંદર: 2જી ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ. મોહનદાસ ગાંધીના વતન પોરબંદર ખાતે આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રથના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ પ્રાથના સભામાં મુ્ખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. કિર્તી મંદિરના સંચાલન સમિતિના અઘ્યક્ષ ઇશ્વર સિંહ પટેલ પણ આ પ્રાથના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. 

fallbacks

પોરબંદર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે હાજર રહેલા સીએ રૂપાણીએ હાજરી આપી હતી. અને ગાંધીના જીવન અંગે કેટલીક વાતો કહી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં સ્વરાજ અને સુરાજ્યની વાત માહત્માએ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન અંગે આપણે સાથ આપી સ્વચ્છ ભારત બનાવામાં સહયોગ આપવો જોઇએ. વધુમાં તેમણે ઉમેર્યું કે પોરબંદરની ધરતીની તાકાત છે ,નહિં તો ગાંધી જેવું વ્યક્તિત્વ અહિ જન્મી ના શકે. ત્યારે ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતને સ્વચ્છ રાખવાને સંકલ્પ કરવો જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More