Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના મંત્રીનું ટ્વીટ; 'રોજ સવારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક ફરી સુઈ જાઓ અને બીજું તમારા સ્વપ્નને પૂરા કરવા માટે દોડો'

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન અપાતા મહેમદાવાદમાં ખુશીનો માહોલ છવાયો છે. અર્જુનસિંહને ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે.

ગુજરાતના મંત્રીનું ટ્વીટ; 'રોજ સવારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક ફરી સુઈ જાઓ અને બીજું તમારા સ્વપ્નને પૂરા કરવા માટે દોડો'

હિત્તલ પારેખ/ગાંધીનગર: રાજ્યના કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ ફરી એકવખત ચર્ચામાં આવ્યા છે. અને ચર્ચામાં આવવાનું કારણ બીજું કંઈ નહીં પણ તેમની ટ્વીટ છે. અર્જુનસિંહ ચૌહાણે ટ્વિટ કરી હતી કે રોજ સવારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક ફરી સુઈ જાઓ અને બીજું તમારા સ્વપ્નને પૂરા કરવા માટે દોડો.

fallbacks

તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન અપાતા મહેમદાવાદમાં ખુશીનો માહોલ છવાયો છે. અર્જુનસિંહને ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ અર્જુનસિંહ ચૌહાણ નડિયાદની મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

કોણ છે અર્જુનસિંહ ચૌહાણ?
મહેમદાવાદના વાંઠવાળી ગામના 41 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મહેમદાવાદ બેઠક પર કૉંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતથી હાર આપી તેઓ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ હાલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. પાર્ટીએ હવે તેને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપી છે. અર્જુનસિંહ ચૌહાણે આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતા મહેમદાવાદમાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટ મંત્રી તરીકે મહત્વનું સ્થાનક આપવામા આવ્યું છે. અર્જુનસિંહ છેલ્લા વીસ વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે અને હાલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More