Home> Gujarat
Advertisement
Prev
Next

નટવરલાલનો નયન અધિકારી બની ગયો અને અધિકારી બનતાની સાથે જ માંગી સીધી 15 લાખની લાંચ અને...

ગાંધીનગરના એક ફરિયાદીના પત્નીના ગામ-શેરથા હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર, ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે આવતા નગર રચના અધિકારીની કચેરીના ટાઉન પ્લાનર એન.એન. મહેતા આ અરજીની તપાસ કરતા હતા. 

નટવરલાલનો નયન અધિકારી બની ગયો અને અધિકારી બનતાની સાથે જ માંગી સીધી 15 લાખની લાંચ અને...

મૌલિક ધામેચા/ગાંધીનગર : ગાંધીનગરના એક ફરિયાદીના પત્નીના ગામ-શેરથા હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર, ગાંધીનગરએ સોંપેલ હતા. જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે આવતા નગર રચના અધિકારીની કચેરીના ટાઉન પ્લાનર એન.એન. મહેતા આ અરજીની તપાસ કરતા હતા. 

fallbacks

પોરબંદરમાં માધવપુરના મેળાને પગલે અનેરો ઉત્સાહ, જાણો શું છે ઐતિહાસિક મહત્વ અને તેની ખાસીયત

આ અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા એન એન. મહેતા, ટાઉન પ્લાનર, વર્ગ-૧ પાસે હતી. આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના બદલે આરોપી એન.એન. મહેતાએ ફરિયાદી પાસે રૂ.૧૫,૦૦,૦૦૦ રૂપિયાની માંગ કરી હતી. જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીંગ કરી રેકોર્ડીંગના આધારે એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. 

વનવિભાગની અદ્ભુત કાર્યવાહી, જંગલમાં સિંહથી માંડીને કિડીને પણ પાણી મળી રહે તેવી વ્યવસ્થા

લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી એન.એન. મહેતા (ટાઉન પ્લાનર, વર્ગ-૧) ના કહ્યા અનુસાર ફરિયાદીએ સહ આરોપી સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા (પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩) ને ૧,૦૦,૦૦૦ આપ્યા હતા. અને બાકી ૧૪,૦૦,૦૦૦ રૂપિયા મુખ્ય આરોપી એન.એન. મહેતા (ટાઉન પ્લાનર, વર્ગ-૧) સ્વિકારી બન્ને આરોપીઓએ પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ ગઇ હતી. જે અનુસંધાને બન્ને આરોપી વિરૂધ્ધમાં ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More