હિતલ પારેખ, ગાંધીનગર: તાજેતરમાં મળતી માહિતી અનુસાર ગુજરાતની રાજધાની અને રાજકીય સેન્ટર ગણાતા ગાંધીનગર શહેરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર 11 આવેલા શાલીન કોમ્પ્લેક્સમાં આગ લાગી છે.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર વીજ મીટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
(વધુ અપડેટ ટૂંક સમયમાં....)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે