Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગર પાલિકા હવે રાજકીય પક્ષો પાસેથી વસૂલશે આ ચાર્જ, બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે 56 મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

ગાંધીનગર પાલિકા હવે રાજકીય પક્ષો પાસેથી વસૂલશે આ ચાર્જ, બેઠકમાં લેવાયો નિર્ણય

Gandhinagar News : ગાંધીનગર મહાનગરપાલિકાની આજે 56 મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

fallbacks

બચાવ કામગીરી માટે ચાર્જ નહિ વસૂલાય 
મહાપાલિકા વિસ્તાર બહાર લેવાતા ફાયર વિભાગના ચાર્જિસ રદ કરાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 56મી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે આ ઠરાવ કરાયો છે. મહાપાલિકા વિસ્તારની બહાર આગ બુઝાવવા કે બચાવ કામગીરી માટે અગાઉ ચાર્જ લેવાતા હતા. કેનાલમાં કે નદીમાંથી શબ બહાર કાઢવા કે વ્યક્તિને બચાવવા ગાંધીનગર મનપા ચાર્જ લેવાતા હતા. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ચાર્જ નક્કી કર્યા હતા. આજે આ ચાર્જ વસૂલ કરવા અંગેનો જૂનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યો છે. વિવાદ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી ઠરાવ રદ કર્યો છે. હવેથી આ ચાર્જ નહિ વસૂલાય. 
 
રાજકીય પક્ષોનું બેસણું હશે તો ડોમનો પણ ચાર્જ વસૂલાશે 
ગાંધીનગરમાં હવે રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈનું બેસણું હશે તો મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરવરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તે માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે. કોર્પોરેશનને મંજૂરી સાથે એના માટે નિયત કરેલા દરની ચૂકવણી પણ કરવી પડશે.

ડોમવાળી જાહેરસભાનો પણ ચાર્જ લેવાશે 
આ વિશે GMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે, ડોમ ઉભા કરી થતી જાહેરસભા તથા કાર્યક્રમોનો અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. ડોમ બનાવીને થતી જાહેરસભા, જાહેર કાર્યક્રમોનો ચાર્જ પણ વસૂલાશે. ડોમના વિસ્તારના આધારે ગાંધીનગર મહાનગરપાલિકા ચાર્જ નક્કી કરશે અને વસૂલશે. ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટ્રક્ચરલ એન્જીનિયરને આ જવાબદારી સોંપાશે. મોટા ડોમની સુરક્ષા સહિતના પ્રશ્નોને લઈ આ નિર્ણય કરાયો છે. કુલ ક્ષેત્રફળના પ્રતિ સ્ક્વેર મીટર કુલ એસ્ટિમેટના ૨૫ ટકા વહીવટી ચાર્જ વસૂલાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More