Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ થયા

ગાંધીનગરની સરકારી ઓફિસોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગૃહ રાજ્યમંત્રી બાદ હવે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી પહેલી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેઓ હોમ આઇસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

ગાંધીનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ થયા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગાંધીનગરની સરકારી ઓફિસોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગૃહ રાજ્યમંત્રી બાદ હવે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી પહેલી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેઓ હોમ આઇસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

fallbacks

ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમા કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, જે દરરોજના કેસ પરથી ભયજનક દેખાઈ રહી છે. દરરોજ કોરોનાના કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 24,485 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,310 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે.

આવતીકાલે નવી ગાઈડલાઈન આવશે
નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More