Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગર : સિરીયલ કિલરને પકડવામાં SIT નિષ્ફળ ગઈ, હવે CID ક્રાઈમ કરશે તપાસ

ગાંધીનગરનો અતિચર્ચાસ્પદ એવો સીરિયલ કિલરનો કેસ હજી પણ વણઉકેલાયેલો છે. હજી પણ પોલીસ આરોપીની પકડથી દૂર છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્રણ હત્યાના સિરિયલ કિલરને ઝડપી પાડવામાં એસઆઈટી નિષ્ફળ જતા હવે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ છે. રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી તપાસ છે. 

ગાંધીનગર : સિરીયલ કિલરને પકડવામાં SIT નિષ્ફળ ગઈ, હવે CID ક્રાઈમ કરશે તપાસ

જાવેદ સૈયદ/ગાંધીનગર :ગાંધીનગરનો અતિચર્ચાસ્પદ એવો સીરિયલ કિલરનો કેસ હજી પણ વણઉકેલાયેલો છે. હજી પણ પોલીસ આરોપીની પકડથી દૂર છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્રણ હત્યાના સિરિયલ કિલરને ઝડપી પાડવામાં એસઆઈટી નિષ્ફળ જતા હવે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ છે. રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી તપાસ છે. 

fallbacks

આરોપીને ઢોર માર મારવા બદલ સુરતમાં PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ

ગાંધીનગરના અડાલજ અને કલોલ વિસ્તારમાં હત્યાઓ કરનાર સિરિયલ કિલર કેસની તપાસ DGPએ CID ક્રાઈમને સોંપી છે. કિલરને પકડાવા મયૂર ચાવડાનાં વડપણ હેઠળ બનાવાયેલી SITની ટીમ સિરિયલ કિલરને પકડવામાં નિષ્ફળ નીવડી છે. તેથી DGPએ તેમની પાસેથી તપાસ છીનવી લીધી છે અને CID ક્રાઈમને સોંપી છે. જેથી હવે CIDના વડા આશિષ ભાટિયા, એડિજીપી અજય તોમર , એસપી વીરેન્દ્રસિંહ યાદવ, રાજેશ ગઢિયા અને પીઆઈ જે.ડી પુરોહિત સહિતની ટીમો કેસની તપાસ કરશે.

2 લાખનું ઈનામ જાહેર  
ગાંધીનગરના અડાલજ અને કલોલમાં 3 હત્યાને અંજામ આપનાર સિરીયલ કિલર હજુ પોલીસ પકડની બહાર છે. તેથી જ DGPએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી. સાથે જ, સિરીયલ કિલરને પકડવા બે લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન અપડેટ : સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ જિલ્લો, પણ બોટાદમાં વાતાવરણમાં પલટો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More