જાવેદ સૈયદ/અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલીની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવતી જાય છે. પોલીસ પુછતાછમાં મોનિશે વધુ એક હત્યાની કબૂલાત કરી છે. મોનિશ પાસેથી લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલને ગોળી મારી તેની લાશને ગટરમાં ફેંકી દેવાની મોનિશે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
પોલીસે કઠવાડા ખાતે આરોપીને લઈને રી કન્સ્ટ્રકનસ કર્યું હતું. સિરિયલ કિલર મદન ઉર્ફે મોનીશની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મોનિશે વધુ એક હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલ નામના સોનીની હત્યા કરી હોવાનું મોનિશે જણાવ્યું છે.
મોનિશે વિશાલને કઠવાડા જીઆઇડીસી મળવા બોલાવી તેને ગોળી મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ વિશાલના મૃતદેહને મોનિશે ગટરમાં નાખી દીધો હતો. એટલું જ નહીં, વિશાલની ઈકો ગાડીને દહેગામ રોડ ઉપર સળગાવી દીધી હતી. તેવું પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે