Home> Gujarat
Advertisement
Prev
Next

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે પાછલા બારણેથી કોંગ્રેસે એન્ટ્રી કરી છે. ગઈકાલે આ આંદોલનમાં અનેક મતમતાંતરો હતા, પરંતુ તેના બાદ કોંગ્રેસે આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી આંદોલન છાવણીમાં હાજર રહેલ એક-એક વિદ્યાર્થી પ્રતિક ઉપવાસ કરશે. આજે અલગ-અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા છે. જેમનું સમર્થન હાર્દિક પટેલે ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું, તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માંગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે. 

BinSachivalay Exam: કોંગ્રેસના 5 ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓને સમર્થન આપવા માટે હાજર રહેશે

અમદાવાદ :બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં વિદ્યાર્થીઓના આંદોલનમાં હવે પાછલા બારણેથી કોંગ્રેસે એન્ટ્રી કરી છે. ગઈકાલે આ આંદોલનમાં અનેક મતમતાંતરો હતા, પરંતુ તેના બાદ કોંગ્રેસે આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. રાજ્યના પ્રત્યેક જિલ્લામાંથી આંદોલન છાવણીમાં હાજર રહેલ એક-એક વિદ્યાર્થી પ્રતિક ઉપવાસ કરશે. આજે અલગ-અલગ જિલ્લાના 13 જેટલા પરીક્ષાર્થીઓ ઉપવાસ પર બેસ્યા છે. જેમનું સમર્થન હાર્દિક પટેલે ઉપવાસ કરી પોતાનું સમર્થન આપ્યું, તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રોજ પરીક્ષાર્થીઓ સાથે તેમની માંગણીને સમર્થન આપવા માટે હાજર રહેશે. રોજ 33 જિલ્લાના 33 પ્રતિનિધિઓ ઉપવાસ પર બેસશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે. 

fallbacks

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

હાર્દિક પટેલે કહ્યું કે, આ વિદ્યાર્થીઓનું આંદોલન છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ આંદોલનમાં આવી શકે છે. આ લડાઈ વિદ્યાર્થીઓની છે. સરકારે જે SIT બનાવી છે તેમાં જે કર્મચારીઓ એ છે એ તમામ લોકો યોગ્ય નથી. સરકારે યુવાનોની તકલીફ સમજવી જોઈએ. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, બિનસચિવાયલની પરીક્ષા રદ્દ કરવી જોઈએ. અમારી સાથે અન્ય ઉમેદવાર પણ જોડાશે. પરીક્ષા રદ્દ નહિ થાય ત્યાં સુધી કૉંગ્રેસ ટેકો આપશે. અમારી સાથે અનેક ઉમેદવાર જોડાશે તેવી આશા છે. ખેડૂતોનો કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તેની રજૂઆત કરીશું. રોજગારી ખેડૂતોના મુદ્દા આગામી વિધાનસભામાં 9 થી 11માં મૂકવામાં આવશે. 

સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

પરીક્ષાર્થીઓની લડતને કોંગ્રેસ પક્ષે આગળ ધપાવી છે. વિખેરાઇ રહેલા આંદોલનને વિપક્ષે બળ પૂરુ પાડ્યું છે. કોંગ્રેસના નેતાઓ આખી રાત પરીક્ષાર્થીઓ સાથે રહ્યાં હતા. ભૂખ્યા વિદ્યાર્થીઓને પેટભરીને ખવડાવવામાં આવ્યું હતું. પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ રાત્રે પરીક્ષાર્થીઓની પડખે રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના સહારે પરીક્ષાર્થીઓ આંદોલન ચાલુ રાખશે.  

binsachivalay exam: આંદોલનના ભૂખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી-શાકનું ભોજન કરાવ્યું

સીટની પહેલી બેઠક યોજાઈ
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરિતી મામલે સરકારે બનાવેલી સીટની આજે પહેલી બેઠક યોજાઈ હતી. સીટનાં નિમાયેલા ચેરમેન કમલ દયાણીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ હતી. જેમાં મનોજ શશીધરન, મયંકસિંહ ચાવડા અને જ્વલંત ત્રિવેદીની ચાર સભ્યોની સીટ રચાઈ છે. જેમાં હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયા, યુવરાજસિંહ જાડેજા, યુવરાજ સિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. દસ દિવસ દરમિયાન સીટ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિનાં પૂરાવાં અંગે તપાસ કરાશે. દસ દિવસમાં સીટ બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની તપાસ મુદ્દે રિપોર્ટ રજૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More