Home> Gujarat
Advertisement
Prev
Next

ગણેશ પ્રતિમા બનાવનારાઓની હાલત કફોડી, કહ્યું-સરકાર તહેવારમાં છૂટછાટ આપે અથવા મદદ કરે

વિઘ્નહર્તા શ્રી ગણેશના તહેવાર (ganesh utsav) પર આ વર્ષે પણ કોરોના કાળ બનીને આવ્યો છે. કોરોનાનો વિઘ્નને લઈને વલસાડ જિલ્લાના મૂર્તિકારોની હાલત કફોડી બની છે. મૂર્તિકારોની ગણેશ પ્રતિમાઓ ન વેચાતા મૂર્તિકારો દેવાદાર બની ગયા છે. ત્યારે મૂર્તિકારોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે, ગણેશ તહેવારમાં થોડી છૂટછાટ આપે અને મૂર્તિકારોની મૂર્તિઓ (ganesh idol) વેચાય તો મૂર્તિકારો દેવામાંથી બહાર આવે. જો છૂટછાટ ન આપવામાં આવે તો સરકાર મૂર્તિકારોને સહાય કરે.  

ગણેશ પ્રતિમા બનાવનારાઓની હાલત કફોડી, કહ્યું-સરકાર તહેવારમાં છૂટછાટ આપે અથવા મદદ કરે

ઉમેશ પટેલ/વલસાડ :વિઘ્નહર્તા શ્રી ગણેશના તહેવાર (ganesh utsav) પર આ વર્ષે પણ કોરોના કાળ બનીને આવ્યો છે. કોરોનાનો વિઘ્નને લઈને વલસાડ જિલ્લાના મૂર્તિકારોની હાલત કફોડી બની છે. મૂર્તિકારોની ગણેશ પ્રતિમાઓ ન વેચાતા મૂર્તિકારો દેવાદાર બની ગયા છે. ત્યારે મૂર્તિકારોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે, ગણેશ તહેવારમાં થોડી છૂટછાટ આપે અને મૂર્તિકારોની મૂર્તિઓ (ganesh idol) વેચાય તો મૂર્તિકારો દેવામાંથી બહાર આવે. જો છૂટછાટ ન આપવામાં આવે તો સરકાર મૂર્તિકારોને સહાય કરે.  

fallbacks

ગણેશજીની પ્રતિમા બનાવવાનો ખર્ચ માથે પડ્યો 
મહત્ત્વ પૂર્ણ છે કે ગત વર્ષથી કોરોનાના કહેરના કારણે દેશભરમાં તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેને લઈને વલસાડ જિલ્લાના મૂર્તિકારો દેવાદાર બની ગયા છે. વલસાડ જિલ્લામાં ગણેશજીની પ્રતિમા બનાવી ગુજરાન ચલાવતા મૂર્તિકારોની હાલત કફોડી બની છે. ગત વર્ષે ગણેશ ઉત્સવ કોરોનાના કારણે ઉજવાયો ન હતો. જેને લઈને મૂર્તિકારોના ગોડાઉનમાં ગણેશ પ્રતિમાઓ ધૂળ ખાતી પડી હતી. સાથે જ મૂર્તિકારોએ મૂર્તિ બનાવવા માટે કરેલો ખર્ચ પણ તેઓને ન મળ્યો હતો. તો બીજી તરફ, પ્રતિમાઓ મૂકવા માટે ગોડાઉન તથા દુકાનોના ભાડા પણ માથે પડ્યા હતા. 

સરકાર તહેવારમાં છૂટછાટ આપે 
મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવવા માટે લોન લીધી હતી. મૂર્તિઓ ન વેચતા તમામ મૂર્તિકારો હવે દેવાદાર બનવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ ફરી એકવાર ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે મૂર્તિકારોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે, સરકાર આ વર્ષે ગણેશ ઉત્સવમાં થોડી છૂટછાટ આપે તો ગણેશજીની પ્રતિમાઓ વેચી ફરી પોતાના પગ પર ઉભા થઈ શકે.

સરકાર સહાયની જાહેરાત કરે 
તો સાથે જ તેમણે કહ્યું કે, જો સરકાર દ્વારા છૂટછાટ ન અપાય તો તમામ મૂર્તિકારો માટે સહાયની જાહેરાત કરે. વલસાડ જિલ્લાના મૂર્તિકારો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, મૂર્તિકારોને સહાય મળે અને મૂર્તિકારો ફરી પોતાના પગ પર ઉભા થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More