ઉદય રંજન/અમદાવાદ: મોંઘીદાટ અને કિંમતી વસ્તુઓ ખરીદવા માટે ગઠિયાએ નવો કીમિયો શોધી કાઢ્યો. ઓનલાઈન પેમેન્ટ નો ફેક મેસેજ કે સ્ક્રીન શોટ બતાવીને ગઠિયો ખરીદી કરી પલાયન થઈ જતો. જો કે આખરે આ ગઠિયાની પોલ ખુલ્લી પડી ગઈ અને પોલીસના હાથે ઝડપાઇ ગયો. કેવી રીતે વેપારીઓ પાસે કરતો છેતરપિંડી અને કોણ છે આ શાતિર?
પોલીસ સકંજામાં ઊભેલા આ શખ્સનું નામ સુદર્શન યુવરાજ રેડી છે. મૂળ બેંગલોરના રહેવાસી આ ગઠિયાની દરિયાપુર પોલીસ એ ધરપકડ કરી છે. મોંઘીદાટ વસ્તુઓ પહેરવાના શોખીન આ ગઠિયાએ વગર પૈસાએ ખરીદી માટે નવો કીમિયો શોધી કાઢ્યો હતો. આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડા, બુટ કે અન્ય કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ ખરીદતો અને બેડમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો.
ગુજરાતમાં મોટી દુર્ઘટના; ગંભીરા બ્રિજના બે ફાડિયા થતાં 9 લોકોના મોત, 7ના રેસ્ક્યું
ઓનલાઇન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટ માં રૂપિયા ના હોય તો પણ બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીન શોટ એડિટ કરી વેપારી ને બતાવી ને પેમેન્ટ કરી દીધું હોવાનો વિશ્વાસ અપાવી ખરીદી કરી પલાયન થઈ જતો હતો. ક્યારેક આરોપી મોટી રકમ ના પેમેન્ટ કરવા માટે રૂપિયા બેંક માં ટ્રાન્સફર કરવાનું કહેતો અને તેના બીજા નંબર થી બેંકના મેસેજ માં રકમ એડિટ કરી વેપારી ને મોકલી આપતો. જેથી વેપારી ને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો વિશ્વાસ અપાવતો હતો.
પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સ માંથી દોઢ તોલાની સોનાની ચેઈન ખરીદી છેતરપિંડી આચરી હતી. જો કે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ના થયા હોવાની જાણ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આરોપી ની પૂછપરછ માં સામે આવ્યું છે કે તેણે કર્ણાટક અને મહારાષ્ટ્ર માંથી પણ આ જ મોડસ ઓપરેન્ડી થી સોના ની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી છે. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી ચૂકી છે. જ્યારે વસ્ત્રાપુર માં પણ તેણે લેપટોપ ખરીદી છેતરપિંડી આચરી છે.
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં તમામ વાહનો પર બ્રેક! કયા વૈકલ્પિક માર્ગો પર કરાયા ડાયવર્ટ?
આરોપી કોઈપણ વેપારીને વિશ્વાસમાં લેવા માટે પોતે મોટાભાગે અંગ્રેજી ભાષા માં કોમ્યુનિકેશન કરતો હતો. જો કે તે જે પણ શહેર માં જાય ત્યાં હોટલમાં રોકાયા બાદ ત્યાં પણ આ જ મોડસ ઓપરેન્ડી થી પેમેન્ટ કરતો હતો. અને જો કોઈ જગ્યાએ તેની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવી આશંકા જાય તો પછીથી આવીને વસ્તુ ખરીદશે તેમ કહીને ત્યાંથી નીકળી જતો હતો. હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ને વધુ તપાસ શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન હજી પણ અનેક ગુના નો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
Rajasthan Plane Crash : રાજસ્થાનના ચુરુમાં મોટી દુર્ઘટના, વાયુસેનાનું વિમાન ક્રેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે