Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુક

Ahmedabad Gas Leakage : અમદાવાદના નારોલની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના... ગેસ ગળતરની અસરથી બે લોકોના થયા મોત... કંપનીમાં કુલ 9 લોકોને થઈ ગેસ ગળતરની અસર... હાલ 5 વ્યક્તિઓ સારવાર માટે ICUમાં દાખલ...

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુક

Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે. બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી. તમામને 108 મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપીસીબીસ,ફેકટરી ઇન્પેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તો અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન , ઇમેરજેન્સી વાન અને RIV વેહિકલ સ્થળ પહોંચી છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નારોલની મટન ગલીમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ કંપનીમાં આ ઘટના બની હતી. સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતા સમયે બ્લીચિંગ કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફયુમના કારણે કામ કરતા લોકોને ગેસની અસર થઈ હતી. ટપોટપ અનેક કર્મચારીઓ બેભાન થયા હતા. 7 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી 108 મારફતે LG હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો કમલ યાદવ (25 વર્ષ) અને લવકુશ મિશ્રા (32 વર્ષ) નું આ ઘટનામાં મોત નિપજ્યું છે.

હવામાનનો અસલી ખેલ હવે શરૂ થશે! અંબાલાલ પટેલની ભયાનક આગાહી, નવેમ્બરમાં ન થવાનું થશે

ઘટનાની જાણ થતા જીપીસીબી, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને સ્થળ તપાસ માટે બોલાવવામાં આવ્યા

પ્રાથમિક સારવાર હેઠળ 

  • મફુઝ અંસારી 42 વર્ષ
  • મહેન્દ્રભાઈ   50 વર્ષ 
  • ઇશાદ ખાન 25 વર્ષ 
  • મંગલ સિંઘ 56 વર્ષ
  • અશોકભાઈ 56 વર્ષ 
  • માલજીભાઈ 59 વર્ષ 

અન્ય કર્મચારીઓએ જણાવ્યું કે, કંપનીની અંદર સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકોને ગેસની અસર થઈ હતી. આ તમામ બેભાન થઈ ગયા હતા. ગેસ ગળતરથી 7 લોકોને ઈજા પહોંચી હતી. તમામને 108 મારફતે LG હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરાયા હતા. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. 

વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવું છે શિડ્યુલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More