Home> Gujarat
Advertisement
Prev
Next

GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન

GCMMF Election : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂંક, રાજકોટ ડેરીના ગોરધાન ધામેલિયા બન્યા વાઈસ ચેરમેન 
 

GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન

Anand Amul Dairy ; ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી પરથી સસ્પેન્સ ઉંચકાયું છે. ગાંધીનગરથી મેન્ડેટ આવતા મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી GCMMF ના નવા ચેરમેન બન્યા છે. તો રાજકોટ ડેરીના ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યા છે. 

fallbacks

મહત્વનું છે કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે થનારી ચૂંટણીને પગલે 80 હજાર કરોડથી વધુના ટર્ન ઓવર ધરાવતી ફેડરેશનના સુકાની કોણ તેની ઉત્કંઠા વ્યાપવા પામી હતી. ત્યારે પ્રદેશ ભાજપમાંથી મેન્ડેટ આવે ત્યાં સુધી સુકાની નિમણૂંક પર સસ્પેન્સ છવાયું હતું. આ નિર્ણય માટે ગાંધીનગરમાં ખાસ બેઠક મળી હતી. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સચિવાલય પહોંચ્યા હતા. જેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તો સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે આખરે ભાજપમાંથી મેન્ટેડ આવ્યું હતું. અને નવા ચહેરોઓને સુકાનપદ સોંપાયું છે. ભાજપના મેન્ડેટ પર નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. 

શામળભાઈને સાબર ડેરીનો વિવાદ નડી ગયો
તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં સાબર ડેરીનો વિવાદ સળગ્યો હતો. જેના માટે પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રકારની ઘટના ચૂંટણી પહેલા ઉભી થવી તે શામળભાઈ માટે રાજકીય સંકેત હતો. આ કારણે જ તેમને રિપીટ નહિ કરવાનો નિર્ણય લેવોયો હોઈ શકે તેવુ લાગે છે. રિપીટ નહિ કરાય, અને નવા ચહેરાને સ્થાન અપાશે તે નક્કી જ હતું. 

બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત

નવો ચહેરો આવશે તે નક્કી જ હતું 
હાલ સાબર ડેરીનાં સામળભાઈ પટેલ બે ટર્મથી ચેરમેનપદે હતા. તો સરહદ ડેરીનાં વાલમજી હુંબલ બે ટર્મથી વાઈસ ચેરમેનપદે હતા. બંનેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવાથી ચૂંટણી આવી હતી. બંનેને ત્રીજી ટર્મ માટે રિપીટ કરાય તે શક્યતા લગભગ નહિવત હતી. અને ચેરમેન-વાઈસ ચેરમેન પદે નવો ચહેરો આવે તે લગભગ નક્કી હતું. 

રાજ્યના 18 દૂધ સંઘના ચેરમેનનું મતદાન 
સાબરડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડમાં મતદાન કરશે. આ ઉપરાંત આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ, ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા, ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામ પટેલ, સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન નરેશ મારૂ, અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, ભાવનગરની સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત, જૂનાગઢની સોરઠ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને પોરબંદરની સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખ પણ મતદાન કરશે.

રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે.  

સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા જામી, જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવાના!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More