Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO ડાયરામાં ગવાયું 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો...', અને થયો નોટોનો વરસાદ

પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં ફરીથી ચલણી નોટોનો વરસાદ વરસ્યો. 

VIDEO ડાયરામાં ગવાયું 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો...', અને થયો નોટોનો વરસાદ

રક્ષિત પંડ્યા, રાજકોટ: પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં ફરીથી ચલણી નોટોનો વરસાદ વરસ્યો. રાજકોટના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ મંડળ અને રાજકોટ ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેંક લી.ના સૌજન્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં રાજ્ય કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ  રાદડીયા પણ હાજર હતાં. કસુંબલ લોક ડાયરામાં લોક ગાયિકા ગીતા રબારી પર  ચલણી નોટોનો અધધધ.. વરસાદ થયો. 'ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે  તમારો....ગીત ગવાતા રૂપિયાનો વરસાદ થયો. રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ ચલણી નોટોનો વરસાદ કરાવ્યો. મંત્રી ઉપર પણ રૂપિયાનો વરસાદ વરસ્યો. 

fallbacks

20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ

અત્રે જણાવવાનું કે કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીને હાલમાં જ પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે......." ને યુટ્યુબ પર 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળતા "મેક્સિમમ ગુજરાતી falk song on youtube " વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. ભુજના પ્રતિનિધિ શ્રી મિલન સોનીના વરદ હસ્તે ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે......." ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More